પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખને હાલના તાલુકા ભાજપ પ્રમુખ સતત અવગણના કરતા હોવાથી બળવો
પ્રમુખ સ્થાનેથી જે નામ નક્કી થયું તેને એક જ મત મળ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનનારી પાર્ટી ગણાય છે પરંતુ તેમા ક્યાંકને ક્યાંક ટંકારા તાલુકા પંચાયતમાં આજે શિસ્તતાના લીરે લીરા ઉડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ટંકારા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં અગાઉ પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવા હોદેદારોની વરણી થઈ હતી ત્યારબાદ આ સભામાં પ્રમુખ સ્થાનેથી ચેરમેન તરીકે અલ્પેશભાઈ દલસાણીયા સહિત પાંચ નામો સાથે કારોબારી સમિતિ રજૂ થઈ હતી જો કે તેને માત્ર એક જ મત મળ્યો હતો તો બીજી તરફ પૂર્વ તાલુકા પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાએ ચેરમેન પદે રહીને છ સભ્યોની કારોબારી સમિતિ રજૂ કરતા તેને 11 મત મળ્યા હતા જોકે પ્રમુખ તરીકે સમિતી રજુ કરનારે પણ તટસ્થ રહી મત ન આપતા રાજકીય ગરમાવો આવ્યો છે. આ બાબતે પુષ્પાબેન કામરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તાલુકા ભાજપ કે જિલ્લા ભાજપ તાલુકા પંચાયતનાં સભ્યોને વિશ્ર્વાસમાં ન લેતા હોવાથી આવું કરવું પડ્યું છે અને અમે ભાજપમાંથી જ ચૂંટાયેલા છીએ અને ભાજપમાં જ રહેવાના છીએ તેવું જણાવ્યું હતું. હાલ ટંકારા તાલુકા પંચાયતમાં કુલ 16 સભ્યો જેમાં 9 ભાજપ, 1 અપક્ષ અને 6 કોંગ્રેસના સભ્યો ચૂંટાયેલા છે.