ચાલુ કામગીરી ઝડપી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરએ સંબંધિત અધિકારી અને એજન્સીને સુચના આપી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશ: વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ પ્રોજેક્ટોની કામગીરી ઝડપી અને લોકોને વહેલી તકે પ્રાપ્ત થાય તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે તા. 15-09-2023ના રોજ નવો ન્યારી વોટર ટેન્ક, કાલાવડ રોડ પર, જેટલો ઠઝઙ, વોર્ડ નં.3માં એઈમ્સ રોડ પર બ્રિજ અને વોર્ડ નં. 4માં ભગવતીપરા સ્કૂલની ચાલતી કામગીરીની સમીક્ષા મુલાકાત કરી હતી. ચાલુ કામગીરી ઝડપી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરે સંબંધિત અધિકારી અને એજન્સીને સુચના આપી હતી.
- Advertisement -
મ્યુનિ. કમિશનરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, એઈમ્સ જતા રસ્તા પર 30 મીટર ડી.પી. રોડ પર રૂ. 5.06 કરોડના ખર્ચે આ બ્રિજ બનવાથી લોકોને જામનગર પરના ટ્રાફિક પર ગયા વગર જ અઈંઈંખજ હોસ્પિટલ સુધી જવામાં સરળતા રહેશે. આ રસ્તો એઈમ્સ હોસ્પિટલ તરફ જતો હોઇ, રાજકોટ શહેરનાં તમામ નાગરિકો તેમજ સૌરાષ્ટ્રનાં જુદા જુદા સ્થળોથી આવતા તમામ દર્દીઓ માટે ઉપયોગી થશે. ભગવતીપરા હાયર સેક્ધડરી સ્કૂલ બીલ્ડીંગ 29000ચો.મી.નાં પ્લોટ એરિયામાં રમત ગમતના મેદાન સાથે 3160 ચો.મી. બિલ્ડિંગ એરિયામાં કુલ 2520 ચો.મી.નાં બાંધકામમાં 50 રૂમ તથા કેન્ટીન, બેડમિન્ટન કોર્ટ વગેરેનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેનો ખર્ચ આશરે 1900.00 લાખ થશે. નવો ન્યારી ઊજછ અને જેટલો ઠઝઙની ચાલુ કામગીરી અંગે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે એજન્સીના પ્રતિનિધિ સાથે કામગીરી અંગે રીવ્યુ મેળવ્યા હતા અને ઝડપી કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી.