નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ બૂથની રૂબરૂ મુલાકાત લીધી: ડિજિટલાઇઝેશન ઝડપથી પૂર્ણ કરવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
- Advertisement -
ભારતના ચૂંટણી પંચના આદેશ બાદ 63-ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં ચાલી રહેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (જઈંછ) કામગીરીની સમીક્ષા કરવા માટે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ વિવિધ બૂથની રૂબરૂ મુલાકાત લીધી હતી.
નવી દિલ્હી સ્થિત ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, નાયબ કલેક્ટર મકવાણાએ તા. 16 નવેમ્બર, 2025ના રોજ ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના સ્ટાફ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. બેઠકમાં જઈંછ કામગીરીનું ડિજિટલાઇઝેશન નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. કામગીરીમાં વધુ ઝડપ લાવવા અને સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે, તેમણે અલગ અલગ બૂથની રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની ચકાસણી પણ કરી હતી.



