45 દિવસમાં 88.50 લાખ ગુમાવ્યા, ભાવનગરથી બે આરોપીની ધરપકડ
મની લોન્ડરીંગ તથા ડ્રગ્સ કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી ફોટા મોકલી ભયભીત કર્યા
સોના પર લોન લેવડાવી લાખો રૂપિયાનું છઝૠજ કરાવ્યું
- Advertisement -
આખી જીંદગી જેલમાં રહેવું પડશે તેમ કહી મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના કેસમાં ફીટ
કરી દેવાનો ભય બતાવ્યો : દિલ્હી ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી ઈંઈઈંઈઈં બેંકના મેનેજર વિરુધ્ધ મની લોન્ડરિંગનો ગુનો દાખલ થયો તે ફ્રોડની રકમમાંથી 10 ટકા તમને મળ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતા સેશન્સ કોર્ટના નિવૃત ક્લાર્ક અને તેની પત્નીને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 88.50 લાખ પડાવી લીધનો કિસ્સો બહાર આવ્યો છે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી જેના પરથી સાયબર ક્રાઇમ પીઆઈ એસ.ડી ગીલવા અને ટીમે તપાસ શરુ કરી બે શખ્સને ભાવનગરથી દબોચી લીધાં હતાં. દિલ્હી ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી ફોન કરી આઈસીઆઈસીઆઈના બેંક મેનેજર વિરૂધ્ધ મની લોંડરીંગનો ગુનો દાખલ થયો છે તે ફ્રોડની રકમમાંથી 10 ટકા હીસ્સો તમને મળ્યું છે તેવું આરોપીએ સુપ્રીમ કોર્ટમા નિવેદન આપ્યું છે તેમ કહીં વૃધ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી રૂપીયા પડાવી લીધા હતાં. આ વાત દીકરા કૃણાલને કરતા તેણે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર હેલ્પલાઇન નંબર 1930મા કોલ કરી ઓનલાઇન અરજી કરી હતી.
રાજકોટના સાધુવાસવાણી રોડ પર સ્વાગત રેસીડેન્સીમાં રહેતાં દિનેશભાઈ જીવણભાઇ દેલવાડીયા (ઉ.વ.69)એ અલગ અલગ બેંક એકાઉન્ટના ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબરના ધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસમાં 88.50 લાખની ઠગાઈ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ 2013 પહેલા રાજકોટ સેસન્સ કોર્ટમાંથી આસીસ્ટન્ટ કલાર્ક તરીકે રીટાયર્ડ થયા છે હાલ બોલબાલા ટ્રસ્ટમાં પાંચ વર્ષથી કમીટી મેમ્બર તરીકે સેવા આપે છે.
- Advertisement -
આ વાત કોઈને કરતા નહીં જો, કોઈને કહેશો
તો અમે રાજકોટ આવીને તમને એરેસ્ટ કરીશું
8 જુલાઇ 2025ના રોજ વ્હોટ્સઅપ ફોન આવ્યો, હું ટેલીફોન ડીપાર્મેટમાથી બોલુ છુ, તમને 10 મિનિટ બાદ દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી સુનીલકુમાર ગૌતમનો ફોન આવશે.
વ્હોટ્સઅપ નંબર 8837088541થી ફોન આવ્યો, હું દિલ્હી ક્રાઇમ બ્રાંચમાથી બોલુ છુ, સંદીપકુમાર જે આઈસીઆઈસીઆઈ બેંક મેનેજર વિરૂધ્ધ મની લોંડરીંગનો ગુનો દાખલ થયો છે.
સંદીપકુમારે જે ફ્રોડ કર્યું છે, તેમાથી તમને 10 ટકા હિસ્સો આપ્યો હોવાનું સુપ્રીમ કોર્ટમા નિવેદન આપ્યું છે.
સંદીપકુમારનાં ઘરે રેઇડ પાડતા આઠ મીલીયન રોકડ, 180 પાસબુક, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, ચેકબૂકો તથા ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે
આ કેસમાં તમને આખી જીંદગી જેલમાં રહેવું પડશે તેમ કહી મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના કેસમાં
પત્નીના મોબાઇલમા આરોપી પકડાયા હોય તેવા પોલીસ સાથેના ફોટા મોકલ્યા
આ વાત કોઈને કરતા નહી જો, કોઈને કહેશો તો અમે ત્યા આવીને તમને એરેસ્ટ કરીશુ.
તમારા બેંક એકાઉન્ટમાં દસ ટકા વાળી રકમ આવી છે કે નહી તે જાણવા માટે તમને એક એકાઉન્ટ નંબર મોકલુ છુ, તેમા તમારે 8 લાખ જમાં કરાવાના છે
સેન્ટ્રલ બેંક ઓફ ઇંડીયાના એકાઉન્ટ નંબર મોકલ્યા જેથી ફરીયાદીએ 8 લાખનુ આરટીજીએસ કર્યું,
જો તમે નિર્દોષ હશો તો તમને તમારા પેસા તપાસ પુરી થયે પરત મળી જશે
બીજા દિવસે નંબર 8837088541 પરથી વોટસએપ કોલ આવ્યો, તમારા બેંકમા લોકરમાં ગોલ્ડ હોય તો લોન લઇ પૈસા જમાં કરાવો જેથી 8 લાખનું આરટીજીએસ કર્યું
પહેલા વેરીફીકેશન થશે બાદ એક સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ તમને બધી રકમ પાછી સોંપી દેવામા આવશે.
45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ગોલ્ડ લોનમાથી આવેલા 27 લાખ તેમજ આઈસીઆઈસીઆઈ બેંકની એફડી તોડાવી રૂ.8.20 લાખ આરટીજીએસ કરાવ્યા
રાજકોટ હેડ પોસ્ટ ઓફીસમાંથી આરોપીઓના એકાઉન્ટમાં 10 લાખ અને બીજા એકાઉન્ટમાં 13 લાખ ટ્રાન્સફર કર્યા હતાં
વધારાના ગોલ્ડની આરોપીઓએ લોન લેવડાવી અને ગોલ્ડ વેંચાવીને કુલ 10 લાખ અને 6.50 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા
ફરીયાદીના પત્નીના એકાઉટમાથી 2.80 લાખ અને 3 લાખ પણ આરટીજીએસ કરાવ્યા હતાં