હાલ રાજકોટ કોર્ટમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા : ચક્કર આવતા પડી ગયાનું અનુમાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કાલાવડ રોડ પર બિલ્ડીંગના 11માં માળેથી પટકાતા નિવૃત આર્મીમેનનું મોત થયું હતું. હાલ તેઓ રાજકોટની કોર્ટમાં પ્યુન તરીકે પણ ફરજ બજાવતા હતા. બે દિવસથી ચક્કર આવતા હોય દવા લીધી હતી રાત્રે ચક્કર આવતા જ નીચે પટકાતાં મોત થયાની શંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના પરિવાર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા અશ્વિનભાઈ રામજીભાઈ સાવલીયા ઉં.40 ગઈકાલે બપોરે ક્વાર્ટરના બિલ્ડીંગના 11માં માળે પોતાના ફ્લેટે હતા. ત્યારે અચાનક 11માં માળેથી નીચે પતકાયા હતા કોઈએ તુરંત 108ને જાણ કરી હતી અને 108ના ઇએમટી પ્રકાશભાઈએ જોઈ તપાસી સ્થળ પર જ અશ્વિનભાઈને મૃત જાહેર કર્યાં હતા બનાવ અંગે જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ ડી.બી કારેથા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અશ્વિનભાઈ નિવૃત આર્મીમેન હતા અને હાલમાં તેઓ રાજકોટ કોર્ટમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા બે દિવસ પૂર્વ તેઓને ચક્કર આવતા હોય, ડોક્ટરને બતાવી દવા લીધી હતી. ઘટના સમયે પણ તેઓ 11 માળે પાળી પાસે ઊભા રહીને ફોનમાં વાત કરતાં હોય તે દરમિયાન અચાનક ચક્કર આવતા જ તેઓ નીચે પટકાયા હોવાની શંકાએ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે અશ્વિનભાઈને સંતાનમાં એક પુત્ર છે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.