માલધારી સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય
ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને દૂધના ભાવમાં બે રૂપિયાના કરેલા વધારા બાદ રાજકોટમાં છૂટક દૂધના ભાવમાં વધારો થયો છે. છૂટક દૂધમાં એક લિટરે 5 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે અંગેનો નિર્ણય છૂટક દૂધનું વેચાણ કરતા માલધારી સમાજની બેઠકમાં લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો જાહેર કરીને તેના આગેવાનોએ જણાવ્યું હતું કે, બ્રાન્ડેડ દૂધના ભાવ વધે છે તો અમારો શું વાંક.
રાજકોટના માલધારી આગેવાનોએ શહેરમાં છૂટક દૂધ વેચતા હજારો પશુપાલકોને બ્રાન્ડેડ દૂધના ભાવ વધે છે તેના પગલે દૂધના ભાવ સંયુક્ત રીતે વધારવા અપીલ કરી જણાવ્યું કે, ગાયોના ખોરાકના ભાવ એક વર્ષમાં બમણાં થઈ ગયા છે. તો આપણે પણ ભાવ વધારો કરવો જોઈએ.