ખાસ-ખબર ન્યૂઝ અમરેલી,
અમરેલીમાં છેલ્લા એકાદ મહિનાથી ખાણખનીજ વિભાગે અમરેલી જિલ્લાની નદીઓમાંથી રેતી કરતા સામે લાંલ આંખ કરી છે. ત્યારે અમરેલી શેત્રુજીની અલગ અલગ નદીઓમાંથી ચોરી કરતા ટ્રેકટરો, લોડરો , હોડી તેમજ ડમ્પરો પકડી પાડવામાં સફળતા મળી છે.
- Advertisement -
થોડા દિવસો પહેલાજ એક હોડી પણ રેતી ચોરી કરતા પકડાઈ હતી. જોકે હોડી દ્વારા રેતી ચોરી કરવાનો આ પ્રથમ કિસ્સો હતો. ત્યારે આજે અમરેલી તાલુકાના રાજસ્થળી, વીઠલપુર, સાવરકુંડલા તાલુકાના કરજાળા અને લીલીયા તાલુકાના ભેંસવડી ગામની શેત્રુંજી નદીમાં ખાણખનીજની રેડ કરતા બિન કાયદેસર રેતી ચોરી કરતા બે ટ્રેક્ટર, લોડર, એક ડમ્પર સહિત 50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણખનીજ વિભાગની આ કાર્યવાહીથી રેતી ચોરી કરતા રેત માફીયાઓમા ફફડાટ ફેલાયો છે.