રાજ્યમાં બીજા ક્રમે રાજકોટ, પ્રથમ સુરત
10,977 સ્કૂલોના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
જે વિદ્યાર્થીઓને પરિણામથી અસંતોષ હોય તે વિદ્યાર્થી માટે પરીક્ષાનો પણ વિકલ્પ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વોર્ડ દ્વારા ધો.10માં માસપ્રમોશન આપવાનું જાહેર કર્યા બાદ જાહેર કરવામાં આવેલી માર્કીંગ સ્કીમ પ્રમાણે બોર્ડ દ્વાર જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં એ. ગ્રેડ મેળવવામાં રાજકોટ જ્લિલો રાજયમાં બીજા ક્રમે રહ્યો હતો. રાજકોટ જિલ્લામાં 2056 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં ઉતીર્ણ થયા હતાં. જયારે સુરત જિલ્લામાં સૌથી વધુ 2991 ઉમેદવારો એ-વન ગ્રેડ મેળવવામાં સફળ થયા હતાં.
સૌરાષ્ટ્રમાં જુદા જુદા જિલ્લાઓના પરિણામનું તુલનાત્મક અવલોકન સાથે શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં એ-વન ગ્રેડમાં રાજકોટ જિલ્લો પ્રથમક્રમે જયારે જૂનાગઢમાં 1058 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ મેળવીને સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે ઉતીર્ણ થયા છે ત્યારબાદ જામનગરમાં 541, મોરબીમાં 476, અમરેલીનાં 417, સુરેન્દ્રનગરમાં 411, ગીર સોમનાથમાં 307, દ્વારકા જિલ્લામાં 165 અને પોરબંદર જિલ્લામાં 118 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં ઉતીર્ણ થયા હતાં. એ.-2 ગ્રેડમાં રાજકોટ જિલ્લાનાં 5270 જયારે જૂનાગઢમાં 2430 જામનગરમાં 1590 સુરેન્દ્રનગરમાં 1165 અમરેલીમાં 1277 મોરબીમાં 1150, ગીરસોમનાથમાં 1044, દ્વારકામાં 647 , પોરબંદરમાં 502, વિદ્યાર્તીઓ ઉતીર્ણ થયા હતાં.
કોરોનાના કારણે ધોરણ-10ના 8.60 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. માસ પ્રમોશનની ફોમ્ર્યુલા નક્કી કર્યાં બાદ આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓને પરિણામથી અસંતોષ હોય તે વિદ્યાર્થીનો પરીક્ષા આપવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ પરિણામમાં 1 લાખ 73 હજાર 732 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપીને પાસ કરાયા છે.
- Advertisement -
17 હજાર 186 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ મળ્યો છે. 57 હજાર 362 વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ અપાયો છે. જ્યારે એક લાખ 973 વિદ્યાર્થીઓને બી-1 અને 1 લાખ 50 હજાર 432 વિદ્યાર્થીઓને બી-ટુ ગ્રેડ અપાયો છે. રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમનું પરિણામ પણ જાહેર કરી દીધું છે.
ધો.10ના પરીક્ષાર્થીઓને હાલ ટેમ્પરરી માકર્સશીટ
ઓરિજિનલ માકર્સશીટ જુલાઇમાં અપાશે
ઓરિજિનલ માકર્સશીટ જુલાઇમાં અપાશે
કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આજે સવારથી જ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ક્સશીટ લેવા માટે પહોંચ્યા હતા.આ માર્ક્સશીટ માત્ર એડમિશન આપવા માટે જ આપવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્ક્સશીટ અપાશે, પરંતુ ઓરિજિનલ માર્ક્સશીટ જુલાઈના બીજા સપ્તાહમાં આપશે