જે વિદ્યાર્થી સંતુષ્ટ નહીં થાય તેમના માટે અલગ એક્ઝામનો ઓપ્શન
ખાસ-ખબર સંવાદદાતા
ધો.10મા અને 11માનાં ફાઈનલ રિઝલ્ટ અને ધો. 12નાં પ્રી-બોર્ડનાં રિઝલ્ટના આધારે પરિણામ આવશે
- Advertisement -
CBSE બોર્ડનું 12મા ધોરણનું રિઝલ્ટ તૈયાર કરવા 13 સભ્યની બનાવવામાં આવેલી કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને તેમનો રિપોર્ટ સોંપી દીધો છે. એમાં બોર્ડે રિઝલ્ટ જાહેર કરવા વિશેની તેમની ફોમ્ર્યુલા જણાવી છે. બોર્ડના જણાવ્યા પ્રમાણે, 10મા, 11માનાં ફાઈનલ રિઝલ્ટ અને ધો.12ના પ્રી-બોર્ડના રિઝલ્ટને ફાઈનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જો બધું બરાબર રહેશે તો 31 જુલાઈ સુધી રિઝલ્ટ આપી દેવામાં આવશે.
12માનું રિઝલ્ટ તૈયાર કરવાની ડિટેલ્સ આપતાં CBSEએ કહ્યું હતું કે 10મા ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્ક્સની ગણતરી કરવામાં આવશે. એ જ રીતે 11મા ધોરણના પાંચ વિષયોની સરેરાશ ગણવામાં આવશે અને 12મા ધોરણની પ્રી-બોર્ડ એક્ઝામ અથવા પ્રેક્ટિકલ એક્ઝામના નંબરની ગણતરી કરવામાં આવશે. 10મા અને 11મા ધોરણમાં માર્ક્સ 30 ટકા અને 12મા ધોરણમાં માર્ક્સના 40 ટકાના આધારે પરિણામ નક્કી કરવામાં આવશે.


