હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રેસ્ટોરન્ટમાં રોબોટ વેટરને મહિલા પર તેનો રસ્તો બ્લોક કરવાના કારણે ગુસ્સો આવે છે.
હાલ આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટનું સામાન્ય જીવનમાં ખૂબ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સ સામાન્ય જીવનમાં એવી રીતે સમાતુ જઈ રહ્યું છે કે રોબોટ વેઈટરથી લઈને રોબોટ સિક્યોરિટી ગાર્ડ સુધી જોવા મળી રહ્યા છે. એવામાં વ્યક્તિના બનાવેલા મશીનો ક્યારેક ક્યારેક માણસો જેવો વ્યવ્હાર કરે છે. હાલમાં એક રેસ્ટોરન્ટના વેઈટર રોબોટમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
‘રસ્તો બ્લોક ના કરો મને કામ કરવા દો’
સામે આવેલા આ વીડિયોમાં એક વેઈટર રોબોટ લોકોને ભોજન પરિસી રહ્યું છે. તેમાં એક મહિલા તેની સામે આવી જાય છે. તેના પર રોબોટ જે રિએક્શન આપે છે તે જબરદસ્ત છે. તે ગુસ્સામાં કહે છે, ‘રસ્તો બ્લોક ના કરો મને કામ કરવા દો’
View this post on Instagram
‘નહીં તો મારી નોકરી જતી રહેશે’
તે પછી કહે છે- કામ કરવા દો નહીં તો મારી નોકરી જતી રહેશે. આટલું સાંભળતા જ ત્યાં ઉભેલા લોકો હસવા લાગે છે. આ રોબોટનો ટોન બિલકુલ એવો હતો જેવો કોઈ વ્યક્તિ ગુસ્સામાં પોતાનો અવાજ ઉંચો કરે છે. આ વીડિયોને uncovering_ai નામના આર્ટિફીશિયલ પેજથી શેર કરવામાં આવ્યો છે.