સોમવારના જ પ્રદેશ પ્રમુખે સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી
રાજકોટમાં ફરી ભાજપની અંદર બધુ બરાબર ન હોવાની વાતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત સહિત તમામ સભ્યોએ એકસાથે રાજીનામા આપ્યા છે. જેના કારણે રાજકોટના સ્થાનિક ભાજપ રાજકરણમાં મોટો ભૂકંપ આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ 40 લાખના યુનિફોર્મ બિલ બાબતે તાજેતરમાં વિવાદ વિવાદિત બની હતી જેમાં પ્રદેશ સુધી ફરિયાદો કરવામાં આવી હતી સ્થાનિક સ્તરે પણ ભાજપ સંગઠનમાં આ મુદ્દો ઉછળ્યો હતો. આ અંગે માહિતી અનુસાર, ગઇકાલે એટલેકે સોમવારના જ પ્રદેશ પ્રમુખે સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં શિક્ષણ સમિતિ શહેર ભાજપ પ્રમુખને કમલમનું તેડું આવ્યું હતું. જેના પછી નવા તર્ક વિતર્ક લાગી રહ્યા હતા. જો કે આ વચ્ચે રાજકોટમાં ફરી ભાજપની અંદર બધુ બરાબર ન હોવાની પણ વાતો સામે આવી રહી છે.
શું બન્યો હતો સમગ્ર ઘટનાક્રમ?
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આંતરિક મતભેદ હોવાની પણ વાતો વહેતી થઈ છે. જેમાં શિક્ષણ સમિતિનો મામલો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાસે પણ પહોંચ્યો હતો. જે પછી આખી શિક્ષણ સમિતિ શહેર ભાજપ પ્રમુખને કમલમનું તેડું આવ્યું હતુ. જેમાં શિક્ષણ સમિતિના તમામ સભ્યોને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા. જે પછી આજે તમામ સભ્યોએ રાજીનામા આપી દીધા છે.
શિક્ષણ સમિતિના સભ્યોની પ્રતિક્રિયા
આ તરફ શિક્ષણ સમિતિના સભ્યએ જણાવ્યું કે, પાર્ટી તરફથી મળેલી સૂચના સર્વોપરી છે. જેમાં કોઈપણ જૂથવાદને સ્થાન નથી. ભાજપ અને શિક્ષણ સમિતિ સાથે રહીને કામ કરે છે અને કરતી રહેશે. પાર્ટીએ અત્યાર સુધી જે પણ જવાબદારી આપી છે તેને સારી રીતે કરી છે અને આગળ પણ કરવામાં આવશે.
- Advertisement -
પાર્ટીના આદેશ બાદ નવી કમિટિ બનાવવામાં આવશે: કમલેશ મિરાણી
આ સમગ્ર મામલે રાજકોટ પ્રદેશના કમલેશ મિરાણીએ જણાવ્યું કે, પાર્ટીએ સમજી વિચારીને નિર્ણય કર્યો છે. તેમજ પાર્ટીના આદેશ બાદ નવી કમિટિ બનાવવામાં આવશે. જેના માટે કોઈ પણ પ્રકારનો જૂથવાદ નથી. તેમજ તેમણે જણાવ્યું કે, અમારા માટે બધા જ કાર્યકર્તાઓ મહત્વના છે. અને તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે.