સોસાયટીના બ્લોક વેચવાની ફિરાકથી વર્ષોથી રહેતા પરિવારજનોને મુશ્કેલીની સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢમાં મોતીબાગ ગુણાતીત નગર સોસાયટીમાં આવેલા બ્લોકમાં વિધર્મીઓ ઉંચા ભાવે ખરીદીની ફિરાકમાં હોવાથી આ વિસ્તારમાં રહેતા હિન્દુ સમાજના લોકોએ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે. સોસાયટી વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જૂનાગઢમાં એગ્રીકલ્ચર કેમ્પસના ભાગે ાવેલ રેવન્યુ સર્વે નં.270 પૈકીની જમીન પર આવેલ સુવાસનગર કો-ઓપરેટીવ સોસાયટી કે જે હાલ ગુણાતીત નગર તરીકે ઓળખાય છે. આ સોસાયટીમાં એ-બી અને સી-ઝોનમાં મળી કુલ 220 બ્લોક આવેલા છે. આવિસ્તારમાં હિન્દુ સમુદાયની જ વસ્તી આવેલી છે. હાલ અમુક વિધર્મીઓ આ સોસાયટીના બ્લોક ઉંચા ભાવે ખરીદ કરીને વેચાણ કરવાની કોશિષ કરી રહ્યા છે. જેથી જન સંખ્યા વિષયક સંતુલન ખોરવાઇ જવાની ભિતિ સેવાઇ રહી છે. જેથી સુવાસનગર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના રહેવાસીઓએ સમગ્ર વિસ્તારમાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.