રહીશોને લાઈટ, પાણી, રોડ રસ્તા તથા સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાથી વંચિત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, લીમડી અને થાનગઢ નગરપાલિકા ખાતે પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ હવે જિલ્લાના રાજકારણમાં ગરમાવો જીવ મળી રહ્યો છે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થાય તો નવાઇ નહીં તેવામાં થાનગઢ નગરપાલિકાના વિસ્તારોમાં રહીશોને પડતી પ્રાથમિક સુવિધાના અભાવને લઈને મુશ્કેલી પાડી રહી છે જે અંગે થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મંગળુભાઈ ભગત દ્વારા નગરપાલિકાના અણઘડ વહીવટ સામે વિરોધ નોંધાવ્યો છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે થાનગઢ નગરપાલિકા વિસ્તારના રહીશોને રોડ રસ્તા, પાણી, લાઈટ સહિતની સુવિધા મળવામાં કેટલાય સમયથી મુશ્કેલી પડી રહી છે અને આ બાબતે વારંવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરાઈ છતાં પણ કામગીરી હાથ ધરાઇ નથી. જે મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આગામી પેટા ચૂંટણીમાં જોઈ જાણીને મત આપવા જણાવાયું છે.



