મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સીઈઓ તરીકે ઓળખાવ્યા અને ધમકી આપી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, શનિવારે સવારે લગભગ 11:00 વાગ્યે આ કોલ આવ્યો હતો અને ત્યારબાદ આરોપીએ ગીત ગાવાનું શરૂ કર્યું હતું. કોલ મળ્યા બાદ RBI અધિકારીઓએ તરત જ મુંબઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે રામાબાઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો.
- Advertisement -
હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઓળખવા અને તેમના સુધી પહોંચવા માટે તપાસ કરવામાં આવી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને કોલ પાછળ કોણ હતું તે શોધવાના પ્રયાસો જલ્દી કરવામાં આવી રહ્યા છે.