પ્રથમ તબકકામાં 16,000 લોકોએ વ્યવહાર કર્યા
દેશમાં ડીઝીટલરૂપી લોન્ચ કરી દેવાયો છે અને પ્રથમ તબકકામાં રીઝર્વ બેન્કે પાઈલોટ પ્રોજેકટ જે હાથ ધર્યો હતો તેમાં માન્ય બેન્કો અને ઓફર કરાયેલા યુઝર્સે સારો પ્રતિભાવ દેખાડયો હતો અને ત્યાર સુધીમાં 16000 થી વધુ લોકોએ લાખો રૂપિયાના વ્યવહારો કર્યા હતા.
- Advertisement -
પ્રથમ તબકકામાં જે ક્ષતિઓ કે મુશ્કેલી નજરે ચડી હતી તે બીજા તબકકામાં દુર કરવામાં આવી છે અને હવે મુંબઈ-બેંગ્લોર-ભૂવનેશ્વર ઉપરાંત બીજા ચરણમાં અમદાવાદ પટણા-ઈન્દોર-ગંગટોક-ગુવાહાટી, હૈદરાબાદ-કોચી તથા સીમલામાં ડીઝીટલ રૂપી વ્યવસ્થા ઓફર કરાશે. પ્રથમ તબકકામાં બેન્કોને તેના આંતરીક વ્યવહાર માટે ડીઝીટલ રૂપીનો ઉપયોગ કરવા જણાવાયું હતું
અને તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા, આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીએફસી-ફર્સ્ટ અને યસ બેન્ક જોડાયેલી હતી. હવે બેન્ક ઓફ બરોડા, એચડીએફસી,યુનિયન બેન્ક ઓફ ઈન્ડીયા કોટક બેન્ક પણ સામેલ થશે અને તબકકાવાર તેનું એપ્લીકેશન તમામ યુઝર્સને ઓફર કરાશે.એક વખત પણ ડીઝીટલ રૂપી સરળતાથી ચાલવા લાગે પછી તેમાં નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવશે.