ભારત વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ છે, જયાં માતૃત્વ, ભૂણ અને નવજાત મૃત્યુદર ઉંચો છે !!
ઉત્તર ભારતમાં 48.4 ટકા બાળકો નબળા જન્મે છે. લેન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચ મુજબ આવા બાળકોના જન્મના 72 કલાકની અંદર મૃત્યુ થવાની શક્યતા વધુ હોય છે. તેમજ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામનાર માતાઓનું પ્રમાણ વધુ હતું.
- Advertisement -
સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે, વિશ્વભરમાં મૃત જન્મ અને નવજાત મૃત્યુમાં ઘટાડો થયો હોવા છતાં, તેનો દર આપણે ત્યાં ઘણો ઊંચો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા દર્શાવે છે કે, 2022માં 45 લાખ બાળકોના મોત થયા છે. આમાંના 60 ટકા મૃત્યુ ભારત સહિત ઓછી આયુ વાળા દેશોમાં થયા છે.
વિશ્વભરમાં 26.2 ટકા નબળા બાળકો જન્મે છે: લેન્સેટ તરફથી તાજેતરના અભ્યાસ અનુસાર, વિશ્વમાં 26.2 ટકા બાળકો નબળા જન્મે છે.
8000 મહિલાઓ પર અભ્યાસ
સંશોધકોએ મે 2015થી ઓગસ્ટ 2020 વચ્ચે 8 હજાર ગર્ભવતી મહિલાઓનો અભ્યાસ કર્યો છે. તમામ મહિલાઓની સરેરાશ ઉંમર 23.7 વર્ષ હતી. મહિલાઓની માસિક કૌટુંબિક આવક દર મહિને 20 હજાર રૂપિયાની આસપાસ હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓની પ્રજનન ક્ષમતા ઓછી હોય છે તેમને નબળા બાળકો થવાનું જોખમ વધારે હોય છે.
- Advertisement -
સમસ્યાનું મુખ્ય કારણ
સંશોધકોએ નબળા બાળકોના જન્મ માટે ત્રણ મુખ્ય કારણો દર્શાવ્યા છે, જેમાં મુખ્ય કારણો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનો બોડી માસ ઇન્ડેક્સ ઓછો અને ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી સ્થૂળતા છે. આ સિવાય બેક્ટેરિયલ રોગોના કારણે પણ આવું થઈ રહ્યું છે. સંશોધકોએ આ તરફ ધ્યાન આપવા જણાવ્યું છે.
ડિલિવરી દરમિયાન મૃત્યુ થયા હતા
સંશોધન મુજબ, પ્રસૂતિ દરમિયાન થતા મૃત્યુને ઘટાડવામાં વિશ્વભરમાં મોટો પ્રશ્ન પેદા થયો છે. 2000 અને 2010 ની વચ્ચે કરવામાં આવેલ અનેક સુધારાઓનું પરિણામ સારૂ નથી આવ્યું, ખાસ કરીને મધ્ય અને દક્ષિણ એશિયા શિશુ અને બાળ મૃત્યુદરમાં અગ્રણી છે. ભારત ટોચના 10 દેશોમાં સામેલ છે જ્યાં માતૃત્વ, ભ્રૂણ અને નવજાત મૃત્યુદર ઊંચો છે.