108ની ટીમે સારવાર આપી મહિલાને જૂનાગઢ હોસ્પિટલ રિફર કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ જિલ્લામાં સચરાચાર મેઘ મહેર જોવા મળે છે.હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની ચેતવણીના પગલે જિલ્લા વહીવટ તંત્ર વધુ કાર્યરત થયું હતું. અસરગ્રસ્ત ગામોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.
- Advertisement -
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ જિલ્લામાં વરસાદને કારણે કોઈ પણ વ્યક્તિને અગવડ ન પડે તે માટે તાકિદના ધોરણે બેઠક બોલાવી અને અધિકારીશ્રીઓને જરુરી દિશાનિર્દેશો આપ્યા હતા એ સમયે કેશોદ તાલુકામાં 212 મી.મી. વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા.
જે પૈકી ઘેડ વિસ્તારના ગામો પૈકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગતરાયના આયુષમાન આરોગ્ય મંદિર મંગલપુરના સેજાના ગામ મૂળિયાસાના 35 વર્ષીય મરિયમ ઇસ્માઇલ દલની બીમારી સબબ તબિયત લથડતા સાથે અશક્તિ પણ હોઈ રિફર કરવા પડે એવી સ્થિતિ હતી ત્યારે તકલીફના કારણે એમને રેસ્કયુ કરી ગામલોકો દ્વારા વરસાદનાં પાણી માંથી તેને બહાર કાઢવામાં આવ્યા હતા, 108 સેવા ની મદદ મેળવી એમની સારવાર ચાલુ હતી તે જૂનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગામના આશા બહેન અને તેમના પતિ સવદાસ ભાઈ વાળા તથા કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ડો.રાહુલ ડાંગરે મૂળિયાસા ગામના સરપંચ તથા ગામ લોકોના સહકારથી NDRFની ટીમના સંકલન અને સહકાર સાથે મરિયમબેનને 108 એમ્બ્યુલન્સ સેવાથી જૂનાગઢ ખાતે વધુ સારી સાધનિક સારવાર માટે રિફર કરવામાં સફળતા મળી હતી.