ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.09
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મેહતા સરોવરની હાલ બ્યુટીફોકેશન કામગીરી ચાલી રહી છે.ત્યારે રોજબરોજ તળાવ માંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે.એવા સમયે ખેડૂત હિત રક્ષક સમિતિના અતુલભાઈ શેખડાએ કમિશનરને પત્ર લખીને હસ્નાપૂર ડેમ માંથી પાણીની પાઇપ લાઈન દ્વારા નરસિંહ મેહતા તળાવ ભરવામાં આવે તેવી લેખિત પત્ર લખીને માંગ કરવામાં આવી છે.
- Advertisement -
અતુલભાઈ એ પત્રમાં જણાવ્યું છે કે, શહેરની મઘ્યમાં આવેલ નરસિંહ તળાવ જુનાગઢના મોટા વિસ્તારોના તળ જીવિત રાખવા માટે ફકત એકજ સ્ત્રોત છે, જયા સુધી આ તળાવમાં પાણી ભરેલ હોય છે ત્યાં સુધી ખુબ જ મોટા વિસ્તારોના તળ પાણીથી જીવીત રહે છે. જૂનાગઢ શહેરને પાણી પુરૂ પાડતા હસનાપુર ડેમથી જૂનાગઢ શહેર સુધી પાણીની પાઇપ લાઇન છે જો આ યોજનાને થોડી વિસ્ત્રુત કરીને આ નરસિંહ તળાવને પાણીથી ભરવા માટે જોડી દેવામાં આવે તો ઉનાળા દરમિયાન મોટા વિસ્તારોમાં પાણીના તળ જીવીત રહે અને પાણીનો પ્રશ્ર્ન હલ થાય તેમ છે.