90%થી વધારે વિદ્યાર્થી થિયરીમાં ફેલ અને પ્રેક્ટિકલમાં મોટાભાગના પાસ થયા છે
DMLTના વિદ્યાર્થીઓને રીઝલ્ટમાં અન્યાય થયો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના DMLT કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માર્ચ 2024માં તેઓની વાર્ષિક પરીક્ષા આપેલી હતી. આ પરીક્ષાના રીઝલ્ટ થોડા સમય પહેલાં બહાર પાડવામાં આવ્યું હતું.
આ રીઝલ્ટમાં 90%થી વધારે વિદ્યાર્થીઓને થિયરીમાં ફેલ કરવામાં આવ્યા છે જ્યારે પ્રેક્ટિકલમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. આ તદ્દન આશ્ર્ચર્યજનક બાબત છે. આ બાબતે વિદ્યાર્થીઓની માંગ છે કે ક્યાંક ને ક્યાંક આ રીઝલ્ટમાં તેમની સાથે અન્યાય થયો છે. અમારી વિદ્યાર્થીઓ વતી માગણી છે કે જે કોઈ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયેલ છે તે તમામ વિદ્યાર્થીઓના પેપર ફરી એક વાર યોગ્ય રીતે ચેક કરવામાં આવે અને ગ્રેસિંગ સિસ્ટમથી જો કોઈ વિદ્યાર્થીઓનો ભલુ થતુ હોય તો નિયમ અનુસાર તેમને ગ્રેસિંગ પણ આપવામાં આવે તેવી માંગ કરી છે.