વિમાનગર, અલ્કાપુરી, છોટુનગર અને સિંચાઇનગર સહિતની 28 સોસાયટીના રહીશોની માગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરની 28થી વધુ સોસાયટીમાં અશાંતધારો લાગુ પાડવામાં આવ્યો છે, ત્યારે આ અશાંતધારા વિસ્તારની સ્થાવર મિલકતનું હસ્તાંતરણ જિલ્લા કલેકટરની મંજુરી વગર કરવામાં આવે તો તે રદ્દબાતલ ગણાય છે. અશાંતધારા હેઠળના વિસ્તારોમાં છોટુનગર, નિરંજની, આસુતોષ, સિંચાઈનગર, આરાધના, સ્વસ્તિક, પ્રગતિ, ઇન્કમટેક્સ, બેન્ક ઓફ બરોડા સોસાયટી, દિવ્ય સિદ્ધિ, જીવનપ્રભા, અંજની, કૃષ્ણકુંજ, સૌરભ, રેસકોર્ષ પાર્ક, વસુંધરા, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન, જાગૃતિ શ્રમજીવી, યોગેશ્વર પાર્ક, શ્રેયસ, નવયુગ, બજરંગવાડી. સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નહેરૂનગર, રાજનગર, અલકાપુરીનો સમાવેશ થાય છે.
આ વિસ્તારો પૈકી જીવનપ્રભા કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ રજીસ્ટ્રાર ઓફ સોસાયટીઝમાં વર્ષ 1975થી નોંધાયેલી છે. જેમાં 40 હિન્દુ સભ્યો પરિવાર સાથે વસવાટ કરે છે. તેમજ આ વિસ્તારને લાગુ પ્રગતિ સોસાયટી, જીવનપ્રભા સોસાયટી, અંજની સોસાયટી, નિરંજની સોસાયટી, સૌરભ સોસાયટી, નવયુગ સોસાયટી, ઇન્કમટેક્ષ સોસાયટી, છોટુનગર સોસાયટી આશરે 50 વર્ષ કે તેથી વધુ વર્ષથી રજીસ્ટર્ડ થઇ છે. અને તેમાં હજારો હિન્દુ પરિવારો 4 કે તેથી વધુ દાયકાઓથી વસવાટ કરે છે. અશાંતધારા હેઠળ આવતા આ વિસ્તારોમાં આવેલી મિલકતોનુ વિધર્મીઓને વેંચાણ થતુ અટકાવવા અંગે આ અગાઉ પણ અરજી કરવામાં આવી છે.
રૈયા રોડ પર આવેલી વિમાનગર સોસાયટીમાં રહેતા અરજદાર પ્રકાશકુમાર ધીરજલાલ પારેખ કરેલી 28/04/2025ની અરજીના અનુસંધાને તેમની મિલકતનું વિધર્મીને વેંચાણ કરવા સામે આ સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત આસપાસની સોસાયટીના રહેવાસીઓનો ઉગ્ર “વિરોધ છે જે ધ્યાને લઈ, અશાંતધારા હેઠળ આવતા આ વિસ્તારમાં ઉપરોક્ત મિલકતના કે અન્ય મિલકતોના થયેલા કે હવે થનાર વેચાણ નામંજુર કરવા રાજકોટ શહેર-1ના પ્રાતઅધિકારીને રજૂઆત કરવામાં આવી છે.