વિસાવદર તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકને ભારે નુકશાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકા છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે જેમાં વિસાવદર પંથકમાં પણ 1 થી 2 ઇંચ વરસાદ પડતા મગફળી, સોયાબીન સહીતના કઠોળ પાકને ભારે નુકશાની થવા પામી છે ત્યારે તૈયાર થયેલ પાક પર વરસાદ પડતા મગફળીના પાથરા સહીત પાક પલળી ગયો છે તેની સાથે પશુના ઘાસચારોને પણ નુકશાન થયું છે ત્યારે આપ દ્વારા મામલતદારને મુખ્યમંત્રીને સંબોધીને લેખિત પત્ર સાથે રજૂઆત કરવામાં આવી છે.
- Advertisement -
વિસાવદર તાલુકામાં અંદાજિત 10 દિવસથી કમોસમી વરસાદ સાથે માવઠાનો માર પડી રહ્યો છે તેના કારણે વિસાવદર પંથકના ઘણા બધા ખેડૂતોના ખેતરોમાં મગફળી તેમજ સોયાબીનના પાકો તેમજ માલઢોરનો ચારો પણ વરસાદના લીધે નેસ્ત નાબુદ થઈ ગયો છે અને તમામ પાક તેમજ માલઢોરનો ચારો બળી ગયેલ છે અને જ્યા સુધી ખેડુતોના ખેતરોમા જે પાક પડ્યો છે તેને તાત્કાલીક ધોરણે સર્વે કરી પાક નુકસાની માટે સહાય ચૂકવવા મામલતદાર સાહેબ મારફતે મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ કૃષિ મંત્રીશ્રીને આમ આદમી પાર્ટીના હરેશભાઈ સાવલિયા, તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા, પરસોત્તમભાઈ વસાણી, અરવિંદભાઈ સુવાગીયા તેમજ મુકેશભાઈ રીબડીયા, મયુરભાઈ અમીપરા, મૌલિકભાઈ રીબડીયા, કૌશલભાઈ રીબડીયા, અજયભાઈ વાઘેલા દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવેલ છે.
વિસાવદર પૂર્વ ધારાસભ્યનો CMને પત્ર
વિસાવદર-ભેસાણમાં પાકને નુકસાનીનું ખેડૂતોેને તાત્કાલિક વળતર ચૂકવવા માંગ
- Advertisement -
વિસાવદર-ભેંસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્યમાં પાછોતરા અતિભારે વરસાદને કારણે ખેડૂતોના તૈયાર માલપાકને ખુબ મોટુ નુકશાન થયેલ છે વિસાવદર પંથકમાં સો ઇંચ થી વધારે વરસાદ પડેલ છે. તેમજ ભેસાણ તથા જૂનાગઢ ગ્રામ્ય સહિત આ ત્રણેય તાલુકામાં પાછોતરા ભારે વરસાદથી તૈયાર મગફળીના પાથરા તણાયા સડી ગયા છે ને ઉભી મગફળીમાં પણ સતત વરસાદથી સડો બેસી ગયેલ છે ને સોયાબીન કઠોળ સહિતના પાકોમાં પણ સતત વરસાદથી ખૂબ મોટી નુકશાની છે તેમ જ કપાસમાં પાછોત્રા અતિ વરસાદથી જીવડા ખરી ગયેલ છે તેમાં પણ ખૂબ મોટી નુકશાની છે જેથી જગતના તાત ગરીબ ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે તો અમારા પંથકના ખેડૂતો વતી અમારી ખાસ વિનંતી છે કે સરકાર ગરીબ ખેડૂતોની વ્હારે આવીને તત્કાલી ધોરણે વળતર ચુકવવામાં આવે તેવ વિનંતી છે.