માંગણી નહી ઉકેલાય તો તારીખ 2 ઓકટોબરથી હડતાળ પર જશે
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા ઘણા સમયથી વંથલી તાલુકાના રેશનીંગ માલના દુકાનદારો પોતાની પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા આગામી તા.2 ઓક્ટોબરના રોજ હડતાલ પર જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વંથલી એફ.પી.એસ.ના પ્રમુખ દીપકભાઈ ગોહેલ, દેવદાનભાઈ ચાવડા,દેવશીભાઈ દાસાએ મામલતદારને પાઠવેલ આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે,છેલ્લા ઘણા સમયથી અમારી મુખ્ય માંગણીઓ જેવી કે,પગાર,વિતરણ ઘટ મજરે આપવા,કોરોના વખતે અવસાન પામેલ વેપારીઓને તત્કાલ સહાય આપવા,ઓપરેટર અને તોલાટનો પગાર નક્કી કરવા,સ્ટેશનરી,ઇન્ટરનેટ ખર્ચ આપવા,લાઈટબિલ અને દુકાનનું ભાડું ચૂકવવા,રજીસ્ટર નિભાવવામાંથી મુક્તિ આપવા, સરકારી જમીન પર દુકાન માટે પ્લોટ આપવા તેમજ દુકાનદારોનાં આકસ્મીક અવસાન થાય તેવા કિસ્સામાં વારસાઈ તાત્કાલીક ધોરણે કરવા મુખ્ય માંગણીઓ છે. આ અંગે અવારનવાર સરકારમાં રજુઆત કરવા છતાં માંગણીઓ સ્વીકારવામાં આવી નથી.આગામી સમયમાં કોઈ યોગ્ય નિર્ણય નહિ આવે તો તા.2 ઓક્ટોબરથી વંથલીનાં તમામ વેપારીઓ વિતરણ બંધ રાખી હડતાળમાં જોડાશે.