મહિલાઓ સામે થતાં ગુનાઓ રોકવા માટે પોલીસમાં વધુને વધુ મહિલાઓ પોલીસકર્મીઓ હોવાની જરૂર છે પણ રિપોર્ટ અનુસાર હાલ દેશમાં આશરે 21 લાખ પોલીસકર્મીઓ છે, જેમાંથી ફક્ત 2 લાખ મહિલા પોલીસકર્મીઓ છે.
મહિલાઓ સામેના ગુનાઓ રોકવા માટે પોલીસમાં વધુને વધુ મહિલાઓ પોલીસકર્મીઓ હોવાની જરૂર છે પણ હાલની સ્થિતિ એવી છે. ઘણી ઓછી મહિલાઓ પોલીસમાં કામ કરે છે. રિપોર્ટ અનુસાર 1 જાન્યુઆરી, 2023 સુધીમાં દેશમાં કુલ 21.41 લાખ પોલીસકર્મીઓ છે. જેમાંથી કુલ 2 લાખ 63 હજાર 762 મહિલા પોલીસકર્મીઓ છે.
એટલે કે દેશના કુલ પોલીસ કર્મચારીઓમાંથી 12.32% મહિલાઓ છે. આટલું જ નહીં રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે દર 2549 મહિલાઓએ એક મહિલા પોલીસકર્મી છે. વર્ષ 2021માં 2 લાખ 46 હજાર 103ની સરખામણીએ 2023માં મહિલા પોલીસની સંખ્યામાં 7.18%નો વધારો થયો છે. જો કે ભારતમાં જમ્મુ અને કાશ્મીર, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, આસામ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, મિઝોરમ, સિક્કિમ, પુંડુચેરી, કેરળ, તેલંગાણા, કર્ણાટક, હરિયાણા, દાદરા અને નગર હવેલી અને પશ્ચિમ બંગાળ જેવા 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલા પોલીસ કર્મચારીઓની સંખ્યા 10 ટકાથી ઓછી છે.
- Advertisement -
આ સામે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 33,319 મહિલા પોલીસ કર્મચારીઓ છે. સાથે જ મહારાષ્ટ્રમાં પણ લગભગ એટલી જ સંખ્યામાં મહિલાઓ પોલીસમાં છે. આ પછી તમિલનાડુ, બિહાર, આંધ્રપ્રદેશ, ગુજરાત, દિલ્હી ટોચના રાજ્યો છે જ્યાં મહિલા પોલીસકર્મીઓની ટકાવારી સૌથી વધુ છે.