મોબાઈલ ‘વ્યસનિઓ’ ને રાહત આપતો રિસર્ચ રીપોર્ટ
આઠ વર્ષનાં રિસર્ચનાં આધારે નવા રિપોર્ટમાં દાવો: મોબાઈલના રેડીએશન ખતરનાક નથી: વિશ્વ આરોગ્ય સંગઠનની પણ મહોર
- Advertisement -
એક નવી રિસર્ચ જે બાળકોને ખુશ કરી દેશે કારણ કે તેમા કહેવામાં આવ્યું હતું કે, સ્માર્ટફોન, ટેબલેટ, ટીવી કે ગેમિંગથી ઊંઘ બગાડતી નથી. આ રિસર્ચ દાવો કરે છે કે બાળકો ઊંઘતા પહેલાં સ્ક્રીન પર થોડો સમય વિતાવી શકે છે.
લાંબા સમયથી, નિષ્ણાતો બાળકો સ્ક્રીન પર કેટલો સમય વિતાવે છે તે વિશે ચેતવણી આપી રહ્યાં હતાં . ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ ડઝનેક બાળકોનો સ્ક્રીન ટાઈમ ટ્રેક કર્યો હતો. આ બાળકોની ઉંમર 11 થી 14 વર્ષની હતી.
રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે સ્ક્રીન જોવાથી બાળકોની ઊંઘની પેટર્ન પર કોઈ અસર થતી નથી. માત્ર એક દિવસ પહેલાં, સ્વીડનમાં આરોગ્ય નિષ્ણાતોએ સલાહ આપી હતી કે બાળકો માટે ટીવી અને સ્ક્રીનનો સમય મર્યાદિત કરવો જરૂરી છે.
- Advertisement -
ઊંઘ પર અસર થતી નથી
અગાઉના રિસર્ચ અનુસાર, સ્ક્રીનો પર જે બાળકો વધુ સમય વિતાવે છે તેમના વર્તનમાં બદલાવ આવે છે, તેઓ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. ઓટાગો યુનિવર્સિટીના પ્રોફેસર અને રિસર્ચના મુખ્ય લેખકે કહ્યું કે ’અમારા રસપ્રદ પરિણામો દર્શાવે છે કે સૂતાં પહેલાંનો સ્ક્રીન સમય ઊંઘ પર બહુ અસર કરતો નથી.
ફોન અને બ્રેન કેન્સર વચ્ચે કોઈ સંબંધ નથી
વિશ્વભરમાં ઉપલબ્ધ પ્રકાશિત પુરાવાઓની નવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન – કમિશ્ડ સમીક્ષા અનુસાર, મોબાઈલ ફોનના ઉપયોગ અને મગજના કેન્સરના વધતાં જોખમ વચ્ચે કોઈ સંબંધ નથી.3 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થયેલી સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે, વાયરલેસ ટેક્નોલોજીના ઉપયોગમાં ભારે વધારો થયો હોવા છતાં, મગજના કેન્સરની ઘટનાઓમાં અનુરૂપ વધારો થયો નથી.
તે એવાં લોકોને પણ લાગુ પડે છે જેઓ લાંબા ફોન કોલ કરે છે અથવા જેઓ એક દાયકા કરતાં વધુ સમયથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે.અંતિમ વિશ્લેષણમાં 1994 થી 2022 ના 63 અભ્યાસોનો સમાવેશ થાય છે, જેનું મૂલ્યાંકન ઓસ્ટ્રેલિયન સરકારની રેડિયેશન પ્રોટેક્શન ઓથોરિટી સહિત 10 દેશોના 11 તપાસકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
ન્યુઝીલેન્ડની ઓકલેન્ડ યુનિવર્સિટીના કેન્સર રોગશાસ્ત્રના પ્રોફેસર માર્ક એલવુડે જણાવ્યું હતું કે, આ રિસર્ચમાં મોબાઈલ ફોન , ટીવી, બેબી મોનિટર અને રડારમાં વપરાતી રેડિયો ફ્રીક્વન્સીની અસરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આ સમીક્ષામાં પુખ્ત વયના લોકો અને બાળકોમાં મગજના કેન્સર, તેમજ કફોત્પાદક ગ્રંથિ, લાળ ગ્રંથીઓ અને લ્યુકેમિયાના કેન્સર અને મોબાઈલ ફોનના ઉપયોગ સાથે સંકળાયેલા જોખમો પર ધ્યાન આપવામાં આવ્યું હતું.
ડબ્લ્યુએચઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓએ અગાઉ કહ્યું હતું કે, મોબાઇલ ફોન દ્વારા ઉપયોગમાં લેવાતાં રેડિયેશનથી પ્રતિકૂળ સ્વાસ્થ્ય અસરોના કોઈ ચોક્કસ પુરાવા નથી.