સમીર રાજાણીએ જલારામ વૃધ્ધાશ્રમ અને મહિલા વૃધ્ધાશ્રમની જીવાદોરી પોતાના હાથમાં લઇ સેવાને આગળ વધારી હતી
(જીજ્ઞાશા દવેરા દ્વારા) ખાસ-ખબર, તા.25
- Advertisement -
કુંદનબેન રાજાણીના પુત્ર અને જાણીતા ફોટગ્રાફર અને સામાજિક કાર્યકર્તા એવા સમીર રાજાણીનું દુ:ખદ અવસાન થયું છે એક ફોટોગ્રાફરની સાથે સાથે તેઓ સામાજિક કાર્યકર્તા તરીકે પણ ખુબ જ ગતિશીલ હતા. અને એમને પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા સામાજિક કર્યો કર્યા હતા. તેમના માતૃશ્રીના અવસાન બાદ તેમણે સૌરાષ્ટ્રભરમાં સુપ્રસિદ્ધ એવા જલારામ વૃધ્ધાશ્રમ અને મહિલા વૃધ્ધાશ્રમની જીવાદોરી પોતાના હાથમાં લઇ સેવાને આગળ વધારી હતી. જલારામ વૃધ્ધાશ્રમમાં હાલની તારીખમાં 20 જેટલા વૃદ્ધમહિલાઓની સારસંભાળ રાખવામાં આવે છે, અને અમને ત્યાં ભોજન અને રહેવાની પૂરતી સગવડ આપવામાં આવે છે. આવી જ બધી સેવાઓ માટે હર-હંમેશ તત્પર રહેતા હતા અને સમીર રાજાણીએ લોકો માટે ઘણી બધી સેવાઓ કરી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સપ્તાહના અંતમાં તે દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા કરતા અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે પણ છાસ વિતરણનું આયોજન કરતા હતા. અનેકવિધ સેવા અને અનાથ દીકરીઓના સમૂહલગ્નનોનું આયોજન કરતા હતા. સ્વ કુંદનબેનના પગલે ચાલી સેવાયજ્ઞ અવિરત ચાલુ રાખ્યું હતું. વૃદ્ધ માતાઓનું પાલન કરવાની સાથે સાથે અનાજ આપતા દરિદ્ર નારાયણને 14 જૂનના રોજ 8-10 દિવસ પહેલા ગરીબોને રસ પૂરીનું જમણવાર કરાવ્યું હતું. અને ખીચડી વિતરણ નીલકંઠ પાસેના જલારામ મંદિરે ચાલુ જ રહેતું. 2 દિવસ અગાઉ તેઓ પોતાના હદયની બીમારીની સારવાર અર્થે હિમાલયની અંદર એક ધર્મશાળા છે, ત્યાં ગયા હતા ત્યાં ગયાબાદ એમની તબિયત વધુ બગડતા એમને તાત્કાલિક ફ્લાઇટમાં બેસાડીને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અને એમનું નિધન થયું હતું આવતીકાલ સવારે એમનો પાર્થિવ દેહ આવી પહોંચ્યા બાદ પંચમહાભૂતમાં વિલીન થઇ જશે.



