બંગાળ, બિહારમાં પીએમ મોદીનો પ્રચાર, મધ્ય પ્રદેશના જબલપુરમાં ભવ્ય રોડ શો
વિપક્ષ જાણે છે મોદીની ગેરેન્ટી ચાલું રહેશે તો તેમની વોટ બૅન્કની દુકાન બંધ થઈ જશે એટલે તેના પર પ્રતિબંધની માગ કરે છે : મોદી
ખાસ-ખબર ન્યૂઝ જબલપુર, તા.8
- Advertisement -
દેશમાં સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને હવે એક પખવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના નવાદામાં વધુ એક વખત રામ મંદિર મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષની ઝાટકણી કાઢી હતી. ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં વિપક્ષની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવતા મોદીએ કહ્યું કે, એ વાત યાદ રાખજો કે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં વિપક્ષના કોઈ નેતાએ ભાગ નહોતો લીધો, પરંતુ મોદીએ ગેરંટી આપી હતી કે અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર બનશે અને આજે રામ મંદિરનું શિખર આકાશને આંબી રહ્યું છે.
બિહારના નવાદામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, થોડા સમય પહેલાં અયોધ્યામાં રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જેમાં વિપક્ષના કોઈ નેતા હાજર રહ્યા નહોતા. જોકે, મોદીએ ભવ્ય રામ મંદિરની ગેરંટી આપી હતી અને તે પૂરી કરી. જે કામ 500 વર્ષમાં ના થઈ શક્યું, જે રામ મંદિરનું નિર્માણ રોકવા માટે કોંગ્રેસ અને રાજદ વર્ષો સુધી પ્રયત્નો કરતા રહ્યા તે બનીને ઊભું છું. અને તે પણ સરકારના નહીં દેશવાસીઓના રૂૂપિયાથી બન્યું છે.કોંગ્રેસ સહિત વિપક્ષ પર હુમલો કરતા મોદીએ કહ્યું કે, વિપક્ષને ભગવાન રામથી એટલી શું દુશ્ર્મનાવટ છે કે ભગવાન રામ, અયોધ્યા અને આપણા વારસા સમાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો તેમણે વિરોધ કર્યો. એટલું જ નહીં તેમના મનમાં એટલું ઝેર ભરાયેલું છે કે તેમના પક્ષના કેટલાક લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા તો તેમને છ વર્ષ માટે પક્ષમાંથી કાઢી મૂક્યા. હવે રામ નવમી આવી રહી છે.
ભગવાન રામ ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. જોકે, આ પાપ કરનારાઓને ભૂલશો નહીં. છેલ્લા 10 વર્ષમાં ભાજપના કામોનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ ઈન્ડિયા બ્લોકના નેતાઓને ટાંકીને કહ્યું કે, તેઓ કહે છે કે મોદીનું ગેરંટી આપવું યોગ્ય નથી અને તેના પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. જોકે, મોદી ગેરંટી આપે છે, કારણ કે મોદીનો ઉદ્દેશ્ર્ય સ્પષ્ટ છે. મોદી એટલા માટે ગેરંટી આપે છે, કારણ કે તે ગેરંટી પૂરી કરવા માટે મહેનત કરે છે. તેઓ એ પણ જાણે છે કે મોદીની ગેરંટી આવી જ રીતે ચાલતી રહેશે તો તેમની વોટ બેન્કની દુકાન બંધ થઈ જશે. બંગાળના જલપાઈગુડીમાં એક જનસભાને સંબોધન કરતા મોદીએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ બંગાળમાં આતંકનું લાઈસન્સ વહેંચી રહી છે. મમતા બેનરજી ઈચ્છે છે કે તેમના ભ્રષ્ટાચારી નેતાઓને આતંકનું ખુલ્લુ લાઈસન્સ મળ્યું છે.
- Advertisement -
તેથી જ કેન્દ્રીય તપાસ એજન્સીઓ ભ્રષ્ટાચારના કેસોની તપાસ માટે આવે છે ત્યારે તેમના ગુંડા ટીમ પર હુમલા કરાવે છે. ટીએમસી કાયદો અને બંધારણને કચડી નાંખનાર પક્ષ છે. હું કહું છું ભ્રષ્ટાચાર દૂર કરો, વિપક્ષ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો. પરંતુ હું તમને ગેરંટી આપું છું કે, 4 જૂન પછી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી થશે.દરમિયાન વડાપ્રધાને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે જબલપુરમાં એક રોડ શો યોજ્યો હતો અને રાજ્યમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. પીએમ મોદી અને સીએમ મોહન યાદવ એક ખુલ્લી જીપમાં સવાર હતા અને જંગી સંખ્યામાં લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું. જોકે, ગોરખપુર ક્ષેત્રમાં લોકોની ભીડ એટલી વધી ગઈ હતી કે તેમના ઊભા રહેવા માટે બનાવાયેલો મંચ તૂટી પડયો હતો, જેથી લોકો નીચે પડયા હતા. આ દુર્ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.