જૂનાગઢ, પરબધામ, તોરણીયા સહિતના ધર્મસ્થાનો પર અષાઢીબીજની ઉજવણી થશે
જૂનાગઢ શહેરમાં 21મી જગન્નાથજીની રથયાત્રા બપોરે નીકળશે
- Advertisement -
પરબધામ ખાતે લોકમેળો અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પંથકમાં અષાઢીબીજ મહોત્સવની ઉજવણી કરવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં જૂનાગઢ, પરબધામ, તોરણીયા અને મજેવડી ગામે શ્રી દેવતણખી દાદાના સાનિધ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરાશે બીજના દિવસે શહેરમાં જગન્નાથજીની નગરયાત્રા બપોરના 3:30 વાગ્યે નીકળશે અને આ નગરયાત્રાની તમામ તૈયારીઓ થઇ ચુકી છે જયારે ભેસાણના પરબધામ ખાતે લોક મેળો સાથે યજ્ઞ તેમજ ધાર્મિક કાર્યક્રમો અને વિશાળ સંખ્યામાં ભાવિકો ભોજન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તોરણીયા ખાતે પણ સંતવાણી સહીત ધાર્મિક કાર્યકમો યોજાશે. શહેરમાં અષાઢી બીજના જગન્નાથજીની રથયાત્રા, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની શહેરમાં 200 વર્ષથી પણ વધુ પ્રાચીન શ્રી જગન્નાથજી મંદિરેથી 21મી રથયાત્રા 27જુનના બપોરે 3:30 ક્લાકે રથયાત્રા સ્વરૂપે નગર યાત્રાએ નિકળશે. જેમાં અનેક વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાશે. જગન્નાથજી મંદિર નવાબી શાસન વખતનું છે. અહીં શ્યામ સ્વરૂપે જગન્નાથજી, બળદેવજી તથા બહેન સુભદ્રાજી બિરાજમાન છે. આ મંદિર શહેરના છાયા બજારમાં આવેલ ગંધરપ વાળા નામના વિસ્તારમાં આવેલ છે. તેમજ ભાવિકો અને વડીલોના કહેવા મુજબ ભગવાનની મૂર્તિનું સ્વરૂપ કલ્પવૃક્ષના ઝાડનાં થડ માંથી બનેલ છે. તેમજ આ મૂર્તિ ઘણા વર્ષોથી તે જ સ્વરૂપમાં જોવા મળી રહી છે. અહીં ભગવાન શ્રી જગન્નાથજીને પ્રસાદમાં મીઠા ભાત સાકર સીંગ દાણા તેમજ રેવડી અને મગ પ્રિય છે. તેમજ અહીં એક સમયે ભગવાનનો પ્રસાદ હાંડી બનાવવામાં આવતો સી હતો અને પ્રસાદ બન્યા બાદ ટુકડાઓ થઈ જતા તે ભાવિકોએ નજરે જોયું હતું. અહીંની રથયાત્રાની વાત કરતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની યાત્રા મંદિરથી શરૂ થઈ દામોદર કુંડ સુધી થતી હતી. તેમજ અહીં ભગવાન જગન્નાથ તદ્દન શ્યામ સ્વરૂપમાં બિરાજમાન છે. તેમજ ભગવાનનાં વાઘા ખાસ જરીભરત, રંગ બિરંગી ત્રણેય સ્વરૂપનાં ખાસ કારીગર પંકજ પરમાર ઘણાં વર્ષોથી બનાવી રહ્યા છે. તેમજ રથયાત્રા પહેલા અહીં પહીદ વિધિ કરવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લના ભેસાણ પાસે આવેલ પૌરાણિક પરબ (વાવડી)ની ધાર્મિક જગ્યાએ સંત દેવીદાસ બાપુ અને અમરમાં એ અંદાજે ચારસો વર્ષ પહેલા સમાધી લીધી હતી. અહીં એ સમયથી પરંપરાગત રીતે અષાઢીબીજની ઉજવણી થઇ રહી છે. અહીં ઓલીયા પીર સહિત અન્ય ચેતન સમાધીઓ પણ છે. પરબધામનો ઉલ્લેખ પૌરાણિક ભજનોમાં પણ જોવા મળે છે ત્યારે શ્રધ્ધાનાં પ્રતિક સમા પરબધામમાં અષાઢી પ્રતિક સમા પરબધામમાં 20 થી 25 લાખ શ્રઘ્ધાળુઓ પ્રતિ વર્ષ ઉમટી પડતા હોવાથી મહંત સંત પુ. કરશનદાસ બાપુની નિશ્રામાં તમામ વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આંબાવાડીમાં અલાયદુ ભોજનાલય કાર્યરત થશે. જેમાં સવારથી મોડી રાત સુધી લાખો શ્રઘ્ધાળુઓ ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. પરબધામમાં આગામી તા. 25નાં સવારે નવ કલાકે સ્વયંભુ ત્રિદિવસીય સાંસ્કૃતિક લોકમેળો ખુલ્લો મુકાશે. તા.26ના સવારે સાત કલાકે વિષ્ણુયાગ, રુદ્રયાગ તથા પર્જન્યયાગ યજ્ઞનો પ્રારંભ થશે. તા.27મીએ પણઅષાડી બીજના પાવન દિવસે સવારે સાત કલાકે નિશાન પુજન થશે. આ સાથે પરબધામ ખાતે ત્રણ દિવસ રાત્રે સંતવાણી પણ યોજાશે. સંત શુરા, અને સતીઓની પાવનકારી અને ગરવા ગઢ ગિરનારી ગોદમાં વસેલા અને ભક્ત કવિ નરસિંહ મહેતાની પાવનકારી ભૂમિ અને ઐતિહાસિક શહેર જૂનાગઢ તાલુકાના મજેવડી ગામમાં શ્રી સમસ્ત લુહાર જ્ઞાતિ સંત શિરોમણી શ્રી દેવતણખી દાદા અને શ્રી લીરલબાઈ માતાજી ચેતન સમાધિ સ્થાનક મજેવડી તેમજ શ્રી લીરલબાઈ માતાજી (જન્મસ્થળ) અને શ્રી દેવાયત પંડિત (પરચાનું સ્થળ) સ્થિત 114મો અષાઢી બીજ મહોત્સવ અને રથયાત્રા યોજાશે.