દેશમાં વરસાદી વાતાવરણ વચ્ચે કોરોના કેસોમાં થોડીક રાહત મળી છે. ગઇકાલ કરતાં આજે કોરોના કેસોમાં ઘટાડો
દેશમાં વરસાદી વાતાવરણ વચ્ચે કોરોના કેસોમાં થોડીક રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,678 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોના સામે ની જંગમાં 26 લોકો હારી જતાં તેમનું મોત થયું છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં 14,629 લોકો કોરોનાની સારવાર દરમ્યાન સાજા થઈ ગયા છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના કુલ 1,30,713 કેસ સક્રિય છે.
- Advertisement -
#COVID19 | India reports 16,678 fresh cases, 14,629 recoveries and 26 deaths in the last 24 hours.
Active cases 1,30,713
Daily positivity rate 5.99% pic.twitter.com/A2M7HQprWW
— ANI (@ANI) July 11, 2022
- Advertisement -
ગઇકાલ કરતાં આજે થોડી રાહત
ભારતમાં કોરોના સંક્રમણ રોકવાનું નામ નથી લઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં સતત વધરો થતો હોય ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. દેશમાં ગઇકાલે કોવિડ-19ના 18,257 નવા કેસ અને 42 લોકોના મોત બાદ આજે કેસોમાં થોડોક ઘટાડો નોંધાયો છે. આજ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,678 નવા કેસ સામે આવ્યા છે.