ભારત અને રિલાયન્સનો આભાર: ટ્રમ્પ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પ્રોજેક્ટનો ખુલાસો કરતા ટ્રમ્પે લખ્યું, “આ શાનદાર રોકાણ માટે ભારતમાં અમારા સહયોગીઓ અને તેમની સૌથી મોટી પ્રાઇવેટ એનર્જી કંપની, રિલાયન્સનો આભાર.” ટ્રમ્પે પોતાની સરકારની નીતિઓની પ્રશંસા કરતા કહ્યું કે ટેક્સમાં ઘટાડો અને પરમિટની પ્રક્રિયાને સરળ બનાવવાને કારણે જ આટલું મોટું રોકાણ અમેરિકા પાછું આવી રહ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે બ્રાઉન્સવિલે બંદરગાહ પર બનનારી આ રિફાઇનરી માત્ર અમેરિકી ઘરેલુ બજારની જરૂરિયાતોને જ પૂરી નહીં કરે, પરંતુ તેનાથી ગ્લોબલ એક્સપોર્ટને પણ પ્રોત્સાહન મળશે. તેમણે દાવો કર્યો કે આ વિશ્ર્વની સૌથી ’ક્લીન’ એટલે કે સ્વચ્છ રિફાઇનરી હશે. તેનાથી અમેરિકાની નેશનલ સિક્યોરિટી મજબૂત થશે અને સાઉથ ટેક્સાસના વિસ્તારમાં હજારો નવી રોજગારીઓનું સર્જન થશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અમેરિકામાં 300 અબજ ડોલરનું રોકાણ કરશે: ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં 300 અબજ ડોલર (લગભગ 25.35 લાખ કરોડ રૂપિયા)ની ઓઈલ રિફાઇનરીની જાહેરાત કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં પ્રથમ નવી ઓઈલ રિફાઇનરી બનાવવા માટે ભારત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પ્રશંસા કરી છે. ટ્રમ્પે તેને એક ઐતિહાસિક રોકાણ ગણાવતા કહ્યું કે આ ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિની મોટી જીત છે. આ પ્રોજેક્ટથી અમેરિકા ઉર્જા ક્ષેત્રે ફરીથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ પ્રોજેક્ટની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં બનનારી આ રિફાઇનરી 300 અબજ ડોલરની મોટી ડીલનો ભાગ છે. ટ્રમ્પના મતે, આ અમેરિકી ઇતિહાસનો સૌથી મોટી ડીલ છે. જોકે, હજુ એ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી કે પૂરી 300 અબજ ડોલરની રકમ ભારત સાથે થયેલા કરારનો જ ભાગ છે કે તેમાં અન્ય ભાગીદારો પણ સામેલ છે.



