– નીતા અંબાણીએ રાજીનામું આપ્યું
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી એજીએમમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેમની જગ્યાએ ઈશા અંબાણીની નિમણૂક કરવામાં આવી છે. RIL બોર્ડે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂક કરવાની ભલામણ કરી છે.
મુકેશ અંબાણીએ એજીએમમાં જણાવ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા 10 વર્ષમાં $150 બિલિયનનું રોકાણ કર્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ કોર્પોરેટ ગ્રુપ દ્વારા કરવામાં આવેલું આ સૌથી મોટું રોકાણ છે. મુકેશ અંબાણીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સે 2.6 લાખ નવા લોકોને નોકરી આપી છે. તેમણે જણાવ્યું કે હાલમાં રિલાયન્સમાં ઓનરોલ કર્મચારીઓની સંખ્યા 3.9 લાખ સુધી પહોંચી ગઈ છે. માહિતી આપતા મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સની ટોટલ આવક 9,74,864 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2023 માં, રિલાયન્સનું EBITDA રૂ. 1,53,920 કરોડ હતું, જ્યારે નફો 73,670 કરોડ હતો.
- Advertisement -
મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતમાં કાર્યરત કુલ 5G સેલમાંથી લગભગ 85 ટકા જિયોના નેટવર્કમાં છે. કંપની દર 10 સેકન્ડે તેના નેટવર્કમાં એક 5G સેલ ઉમેરી રહી છે અને ડિસેમ્બર સુધીમાં અમારી પાસે લગભગ 1 મિલિયન 5G સેલ કાર્યરત થઈ જશે.