ખાસ-ખબર સંવાદદાતા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેની ટેલિકોમ કંપની જિયો ઈન્ફોકોમે બેક-ટુ-બેક ફોરેન કરન્સીમાં 5 અબજ ડોલરની લોન મેળવી છે જે દેશના કોર્પોરેટ જગતના ઈતિહાસમાં સૌથી મોટી સીન્ડીકેટેડ લોન છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા સપ્તાહે 55 બેન્કો પાસેથી 3 અબજ ડોલરની લોન મેળવી છે જયારે રિલાયન્સ જીયો ઈન્ફોકોમે 18 બેન્કો પાસેથી 2 અબજ ડોલરની વધારાની ક્રેડીટ મેળવી હોવાનું સૂત્રોએ કહ્યું હતું. રિલાયન્સની ત્રણ અબજ ડોલરની લોન 31 માર્ચે લેવામાં આવી હતી, જયારે 2 અબજ ડોલરની એડ-ઓન ફેસીલીટી મંગળવારે મેળવવામાં આવી હતી. રિલાયન્સ આ ફંડનો ઉપયોગ કરશે જયારે જિયો દેશવ્યાપી 5જી નેટવર્ક લોન્ચ કરવા માટે કરશે. 2 અબજ ડોલરની એડ-ઓન ક્રેડીટ રિલાયન્સ અને જિયો વચ્ચે સરખા ભાગે વિભાજીત થશે અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ પ્રક્રિયા પુરી કરી છે. રિલાયન્સની 3 અબજ ડોલરની લોન જે 55 બેન્કોએ આપી છે તેમાં તાઈવાનની બે ડઝન જેટલી બેન્કોનો સમાવેશ છે અને તે ઉપરાંત ગ્લોબલ જાયન્ટસ જેમ કે બેન્ક ઓફ અમેરિકા, એચએસબીસી, એસએમબીસી, મિઝુહો, ક્રેડીટ એગ્રીકોલ વગેરેનો સમાવેશ છે. 2 અબજ ડોલરની ક્રેડીટ માટે પણ આ જ પ્રકારની ટર્મ્સ નકકી કરવામાં આવી છે.
ભારતના કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી 5 અબજ ડોલરની લોન રિલાયન્સ તથા જિયોએ મેળવી



