મુંબઈ અને દિલ્હીમાં રિલાયન્સ રિટેલના 36 સ્ટોર્સમાં પ્રાયોગિક ધોરણે પહેલ શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની સૌથી મોટી રિટેલર, રિલાયન્સ રિટેલ તથા કોકા-કોલા ઈન્ડિયાએ ભૂલ ના જાના, પ્લાસ્ટિક બોટલ લૌટાના શિર્ષક ધરાવતી સાતત્યપૂર્ણતા પહેલ લોંચ કરવાની ઘોષણા કરી છે, જેનો ઉદ્દેશ રિવર્સ વેન્ડિંગ મશીન્સ (છટખજ) અને કલેક્શન બિન્સ દ્વારા મુંબઈમાં રિલાયન્સ રિટેલ સ્ટોર્સ ખાતે પોસ્ટ-ક્ધઝ્યુમર પ્લાસ્ટીક (ઙઊઝ) કલેક્શનનો છે. ચલિત અર્થતંત્રના પરિદૃશ્ય સાથે હાથ ધરાયેલો આ પાઈલોટ પ્રોજેક્ટ, સરકારના સ્વચ્છ ભારત મિશન સાથે સંકલિત છે, જેને મુંબઈ અને દિલ્હીમાં સ્માર્ટ બાઝાર તથા સહકારી ભંડાર સ્ટોર્સ સહિત રિલાયન્સ રિલેટના 36 સ્ટોર્સ ખાતે શરૂ કરાયો છે. આગામી 2025 સુધીમાં તેને દેશભરમાં 200 સ્ટોર્સ સુધી વિસ્તારાશે જેના થકી પાઈલોટ ફેઝમાં વર્ષે 5,00,000 ઙઊઝ બોટલ્સને એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે. આ પહેલને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના (ઇખઈ) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી કાઝી ઈરફાનની ઉપસ્થિતિમાં લોંચ કરાઈ હતી.આ ઈન્સ્ટોલ કરાયેલા છટખત અને કલેક્શન બિન્સથી ગ્રાહકોને કોકા-કોલા ઈન્ડિયા પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટના બદલામાં આવી ઉપયોગ કરાયેલી ઙઊઝ બોટલ્સને જમા કરાવવાનું સુવિધાપૂર્ણ માધ્યમ મળી રહેશે.