ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના વિકાસ કામોની ઝાંખી કરાવતી જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકા નું વિમોચન આયોજનમંડળની બેઠકમાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે જિલ્લા માહિતી કચેરી જૂનાગઢ દ્વારા સંપાદિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આ ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ 2024-25માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઈતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સાંસ્કૃતિક વનો, જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ/ખાતમુહૂર્ત, વિકાસ કાર્યો સહિતની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તિકા તૈયાર કરવામાં જૂનાગઢ જિલ્લા આયોજન કચેરીનો જરૂરી સહયોગ મળ્યો હતો.



