પોપટપરાના નાળામાં પાણીની રેલમછેલ, મહિલા કોલેજ અંડર બ્રિજમાં પણ પાણી ભરાયા
ખાસ-ખબર સંવાદદાતા
ભારે વરસાદની આગાહી સાચી ઠરી હોય તેમ ગઇકાલે રાત્રે રાજકોટમાં ધોધમાર 12 ઇંચ વરસાદ વરસ્યો હતો. અનરાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે લોકો હેરાન-પરેશાન બની જાય છે. રાજકોટ મનપા પ્રિ-મોન્સૂનના નામે લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ વર્ષો જૂના પ્રશ્નનો ઉકેલ આવતો નથી. આવું જ રેલનગર અન્ડરબ્રિજ અને પોપટપરના નાલામાં બન્યું છે. સામાન્ય રીતે પોપટપરાનું નાળું છલકાય તો લોકો રેલનગર અન્ડરબ્રિજમાંથી પસાર થાય છે પણ હાલ બન્ને જગ્યાએ જળબંબાકાર સર્જાયો છે. જેથી લોકોએ હવે બહાર કેમ નીકળવું તેની સમસ્યાથી ઉત્પન્ન થઈ છે. શહેરનું સૌથી વધારે જોખમી નાલુ હોય તો તે પોપટપરાનું નાલુ છે. પણ પોપટ પરાના નાલા માંથી સતત પાણી વહી રહે છે અને લોકો પાણીમાંથી અવરજવર કરી રહ્યા છે અનેક લોકોના વાહનો પણ બંધ થાય છે હજુ આ પ્રજા માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. પોપટપરા પછી અનેક વિસ્તારો આવે ત્યાં જવું હોય તો આજ રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોય છે.
- Advertisement -
રતનપરમાં અજાણ્યા પુરૂષની લાશ મળી
રાજકોટ-મોરબી હાઇવે પર કુવાડવા પાસેના રતનપર ગામે રામજી મંદિરના ગેઇટ નજીકથી આશરે 40 વર્ષના અજાણ્યા પુરૂષની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
- Advertisement -
ભારે વરસાદના કારણે સોનીબજાર આખો દિવસ બંધ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં ભારે વરસાદના કારણે સોનીબજાર આખો દિવસ બંધ રાખવા નિર્ણય લેવાયો છે, શહેરમાં મધરાતથી અનરાધાર વરસાદ ખાબક્યો, હજુ પણ વરસાદ વરસવાની શક્યતાને પગલે સાવચેતીના ભાગરૂપે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,એ આજે આખો દિવસ બજાર બંધ રાખવા જાહેરાત કરી છે.
શહેરમાં મધરાતથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અનરાધાર વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું, શહેરના અનેક નીચલાવાળા વિસ્તારો જળબંબોળ બન્યા હતા, રોડ રસ્તાઓ જળમગ્ન બન્યા ,રોડ પર ધસમસતા પાણીના વહેણ ફરી વળતા નદી જેવી સ્થિતિ જોવાઈ હતી,શહેરની અનેક બજારોમાં પાણી ભરાયા હતા,અનેક ધંધા રોજગારને માઠીઅસર પહોંચી હતી ત્યારે સતત વરસાદી માહોલમાં બજારમાં સુસ્તી નજરે પડતી હતી , ગ્રાહકોની હલચલ વિહોણી બજાર દુકાનદારોની હાજરી પણ પાંખી જોવાઈ હતી,