અગાઉ બે વખત હારી ચૂકેલા 50 વર્ષના ભાજપના મહિલા નેતા દિલ્હીની કમાન સંભાળશે
રેખા ગુપ્તા હવે સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી બાદ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે
- Advertisement -
50 વર્ષીય રેખા ગુપ્તા જિંદાલ દિલ્હીના નવમા મુખ્યમંત્રી બન્યા છે. બુધવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય છે.
તેમણે AAP ના વંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યા. રેખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપ સાથે જોડાયેલા છે. તે દિલ્હી ભાજપના મહાસચિવ અને ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. RSS એ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ આગળ મૂક્યું હતું અને પાર્ટીએ તેને મંજૂરી આપી હતી. રેખાએ વિદ્યાર્થી રાજકારણથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બે વાર ધારાસભ્યની ચૂંટણી હારી ગઈ છે. છતાં, 3 કારણો છે જેના કારણે તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા…
પહેલું કારણ -કેજરીવાલ જેવા વૈશ્ય
રેખા પણ ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની જેમ વૈશ્ય છે. દિલ્હીમાં વૈશ્ય સમુદાયનો વ્યવસાય પર દબદબો છે. આ હંમેશા ભાજપના મુખ્ય મતદાર માનવામાં આવે છે. આ કારણોસર, મુખ્યમંત્રી પદની રેસમાં ત્રણ ભાજપના નેતાઓના નામ હતા. રેખા ગુપ્તા ઉપરાંત, વિજેન્દ્ર ગુપ્તા અને જીતેન્દ્ર મહાજનના નામ પણ હતા.
- Advertisement -
બીજું કારણ-મહિલાઓનો મત
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 48 બેઠકો જીતી, કુલ 45.56% મત મેળવ્યા. આનું એક મોટું કારણ એ હતું કે ભાજપે મહિલાઓ માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી.
ત્રીજું કારણ મહિલાને મુખ્યમંત્રી બનાવવાનું હતું
અત્યાર સુધીમાં દિલ્હીમાં 3 મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે – શીલા દીક્ષિત, સુષ્મા સ્વરાજ અને આતિશી. ભાજપે રેખાને મુખ્યમંત્રી બનાવીને મહિલાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. રેખા ગુપ્તા RSS ની પસંદગી છે.
રેખાની પસંદગીના ત્રણ કારણ
રેખાનો પરિવાર હરિયાણાનો છે, તે દિલ્હીમાં મોટી થઈ છે ; સુષમા સ્વરાજ, અરવિંદ કેજરીવાલ બાદ દિલ્હીના ત્રીજા મુખ્યમંત્રી જે મૂળ હરિયાણાને છે :
રેખાના દાદા મણિરામ અને તેમનો પરિવાર હરિયાણાના જુલાનામાં રહેતા હતા. તેમના પિતા જય ભગવાન 1972-73માં બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજર બન્યા. તેમને દિલ્હીમાં ફરજ મળી. આ પછી પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો.
વિદ્યાર્થી જીવનથી જ રાજકારણમાં સક્રિય
રેખા ગુપ્તાનો જન્મ 19 જુલાઈ 1974ના રોજ થયો હતો. રેખા વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં સક્રિય થઈ ગઈ હતી. રેખાના પતિ મનીષ સ્પેરપાર્ટ્સનો વ્યવસાય ચલાવે છે. રેખા આ પહેલા બે વાર વિધાનસભા ચૂંટણી લડી ચૂકી છે. પહેલી વાર તેઓ 11,000 મતોથી હારી ગયા હતા, જ્યારે છેલ્લી વાર તેઓ આપના વંદના સામે 4,500 મતોથી હારી ગયા હતા. આ વખતે તેમણે વંદનાને મોટા મતોથી હરાવીને ઇતિહાસ રચ્યો.
રેખાના નામે કોઈ કાર નથી, કુલ સંપત્તિ રૂ.5.3 કરોડ છે
ચૂંટણી સોગંદનામા મુજબ, રેખા ગુપ્તાની કુલ સંપત્તિ રૂ.5.3 કરોડ છે. જેમાં જવાબદારીઓ રૂ.1.2 કરોડ અને રોકડ રૂ. 1 લાખ 48 હજાર છે. બેંક ખાતામાં રૂ.72.94 લાખ જમા છે. રેખા પાસે ઘણી કંપનીઓના શેર પણ છે, જેની કિંમત રૂ.9.29 લાખ છે. તેમનું કઈંઈ માં રૂ.53 લાખનું રોકાણ છે.
રેખા ગુપ્તાના નામે કોઈ કાર નથી. તેમના પતિ મનીષ ગુપ્તાના નામે મારુતિ ડક6 કાર છે. રેખા પાસે 225 ગ્રામ સોનાના દાગીના છે, જેની કિંમત 18 લાખ રૂપિયા છે. રેખા પાસે કુલ 2 કરોડ 72 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે. સ્થાવર મિલકતોમાં, રોહિણી અને શાલીમાર વિસ્તારોમાં એક-એક ઘર છે. તેમના પતિના નામે દિલ્હીના રોહિણીમાં એક ઘર પણ છે. આ ઘરોની કુલ કિંમત 2 કરોડ 60 લાખ રૂપિયા છે.