મહાપાલિકા બન્યા બાદ વેરાની ઉઘરાણી તેજ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
મોરબી નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનતાની સાથે વ્યવસાય વેરા મિલકત વેરા મનોરંજન કર સહિતના તમામ વેરાની ઉઘરાણી તેજ કરી દેવામાં આવી છે.ખાસ કરીને મનપા વિસ્તારમાં વ્યવસાય કરતા તમામ નાના મોટા વેપારીઓને લાંબા સમયથી ભરવાપાત્ર વેરો બાકી હોય તો તે તાત્કાલિક ભરપાઈ કરવા તેમજ ગુમસ્તા ધારા અતર્ગત વેપારીઓને તેનું રજીસ્ટ્રેશન કરવા અથવા જેનું અગાઉ રજીસ્ટ્રેશન થયું છે તેમણે પણ જુનું લાયસન્સ જમા કરાવવા અને ઈ નગર પોર્ટલ થકી ત્યાંથી નવું ઇન્ટી મેંશન સર્ટી ફિકેટ (ફોર્મ ઊ) મેળવવાનું રહેશે આ ઉપરાંત જે સંસ્થામાં કર્મચારીઓનો પણ વેરો ભરપાઈ કરવાને પાત્ર હોય તેવી સંસ્થાને પણ માસિક વેરો મહા પાલિકા ખાતે જમા કરાવવા સુચના આપી છે. તો જે સંસ્થા કે દુકાનમાં 10 કે વધુ કર્મચારીઓ કામ કરતા હોય તેવી દુકાન કે સંસ્થાના સંચાલકોને મહા નગર પાલિકા ખાતે નોધણી કરવાની રહેશે જો કોઈ સંસ્થા વેરો ભરપાઈ કરવા ગુમસ્તા પ્રમાણ પત્ર બાબતે, કર્મચારીઓની નોધણી બાબતે ચૂક કરશે તો મહા નગર પાલિકા દ્વારા રાજ્ય સરકારના 6 -10 -2022ના પરિપત્ર મુજબ કાર્યવાહી કરાશેે તેવો આદેશ ડે.કમિશ્નર કુલદીપ વાળા દ્વારા લેખિત અને આદેશ કરાયો છે. મોરબી મહાપાલિકા બન્યા બન્યા બાદ વેરાવસુલાત કામગીરી તેજ બની છે.