ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2.0 નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.23થી શરુ થયેલ છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 2.0 નું આયોજન હાથ ધરવામાં આવનાર હોઈ જેમાં શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવેલ છે. પોરબંદર જિલ્લાની તમામ શાળાઓનું 100% રજીસ્ટ્રેશન થાય તેવા હેતુથી બી.આર.સી.ભવન, રાણાવાવ તથા કુમાર શાળા નંબર – 1, બી.આર.સી.ભવનની બાજુમાં, કુતિયાણા ખાતે ખેલ મહાકુંભ 2.0 રજીસ્ટ્રેશન માર્ગદર્શન શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠકમાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત અલગ અલગ કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ તથા ખેલાડીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગેની તમામ માહિતી તથા માર્ગદર્શન જિલ્લા રમત વિકાસ અધિકારી, પોરબંદર ડો.મનીષ જીલાડીયા દ્રારા આપવામાં આવી હતી. આ બેઠકમાં રાણાવાવ તાલુકા અને કુતિયાણા તાલુકાની તમામ શાળાઓના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરના રાણાવાવ તથા કુતિયાણા ખાતે રજિસ્ટ્રેશન માર્ગદર્શન શિબિર યોજાઇ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/પોરબંદરના-રાણાવાવ-તથા-કુતિયાણા-ખાતે-રજીસ્ટ્રેશન-માર્ગદર્શન-શિબિર-યોજાઇ-ફોટો-છે-860x645.jpg)