જૂનાગઢમાં આગની દુર્ઘટના મામલે કોંગ્રેસનું આવેદન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે ગઇકાલે મહાનગરપાલિકાના જેસીબી દ્વારા ખોદકામ દરમિયાન દુર્ઘટના બનતા 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 7 થી 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ આગની દુર્ઘટના મામલે જૂનાગઢ કોંગ્રેસના શહેર પ્રમુખ મનોજ જોષી મનપા વિપક્ષ નેતા લલીત પરસાણા, કાર્યકારી પ્રમુખ અમિત પટેલ સહિત આગેવાનોએ કલેકટર અને એસપીને એક આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
- Advertisement -
આ આવેદનપત્રમાં કોંગ્રેસે માંગ કરી હતી કે, મહાનગરપાલિકાનું જેસીબી હતુ જેમણે ગેસ પાઇપલાઇનમાં જેસીબીના બકેટ દ્વારા પાઇપલાઇન તોડેલ હતી જેના લીધે ગેસ લીક થતા ખુબ જ વિકારણ આગ લાગેલ હતી. તેમાં 3 લોકોનો ભોગ લેવાયો હતો અને અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી મહાનગરપાલિકા મુખ્ય જવાબદાર અધિકારી કમિશ્ર્નર તથા અન્ય જેજવાબદાર અધિકારી હોય તેની ઉપર ફરિયાદ દાલખ કરવાની માંગ કરી હતી. જ્યારે મહાનગરપાલિકા હદમાં કોઇપણ જગ્યાએ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન હોય જીઇબીના કેબલ હોય, પાણીની પાઇપલાઇન, કેબલ નેટર્વકના વાયર તેને મહાનગરપાલિકા જાણ કર્યા બાદ જ ખોદકામ શરૂ કરવામાં આવે જયારે આ ઘટનામાં આવી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. સ્થળ પર મનપાના એન્જીનીયર, સુપરવાઇઝર, કોટ્રાકટરના ઇન્જીનીરય કે સુપર વાઇઝર સ્થળ પર હાજર હતા નથી જેથી આવી ઘોર બેદરકારીના કારણે આ ઘટના બનેલ છે. જેથી મહાનગરપાલિકા તંત્ર સીધુ જવાબદાર છે. જેથી કરી આની સઘન તપાસ કરી ત્યાં આવેલ સીસીટીવી ફુટેજ તપાસ શાઅપરાધ માનવ વદ 302,304 વગેરે આ ઘટનામાં લાગતી કલમો મુજબ ગુનો નોંધી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને મૃતકોને ન્યાય મળે તેમજ તેમના પરિવારને યોગ્ય વળતર આપવા ન્યાયની માંગણી કરી હતી.



