કેન્દ્ર સરકારેવ 1955ના નાગરિકતા કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે સોમવારે 1955ના નાગરિકતા કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. આ દેશોના આ લઘુમતીઓ હાલ ગુજરાતના બે જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન કાયદો (CAA), 2019 ની જગ્યાએ, 1955 ના નાગરિકતા અધિનિયમ હેઠળ આ શરણાર્થીઓને નાગરિકત્વ આપવાનો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- Advertisement -
ગુજરાતના આ જીલ્લાના લોકોને થશે ફાયદો
સીએએ હેઠળ આ દેશોમાંથી આવતા લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે. પરંતુ, આ કાયદા હેઠળના નિયમો હજુ સુધી સરકાર દ્વારા ઘડવામાં આવ્યા નથી, તેથી તેના હેઠળ કોઈને પણ નાગરિકત્વ આપી શકાય નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં વસતા હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5 હેઠળ અથવા કાયદાની કલમ 6 અને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈઓ અનુસાર કુદરતીકરણના પ્રમાણપત્ર હેઠળ ભારતીય નાગરિક તરીકે નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવશે.
કેવી રીતે થશે અરજી ?
નોટિફિકેશન અનુસાર આ બંને જિલ્લામાં રહેતા આવા લોકોએ નાગરિકતા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ કલેક્ટર દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવશે. અરજી અને તેના અંગેનો અહેવાલ કેન્દ્ર સરકારને એક સાથે ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કલેક્ટર પ્રમાણપત્ર આપશે
તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટર જેમની અરજી સાચી જણાશે તેમને રજિસ્ટ્રેશન કે નેચરલાઈઝેશનનું સર્ટિફિકેટ આપશે. નરેન્દ્ર મોદી સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી સતાવેલા બિન-મુસ્લિમ સ્થળાંતરકરનારાઓ – હિન્દુઓ, શીખો, જૈનો, બૌદ્ધો, પારસીઓ અને ખ્રિસ્તીઓ કે જેઓ 31 ડિસેમ્બર, 2014 સુધી ભારત આવ્યા હતા તેમને ભારતીય નાગરિકત્વ આપવા માંગે છે.
- Advertisement -