-વંદેભારત જેવી ટ્રેનો પણ 20-20 કલાક મોડી
પાટનગર દિલ્હીથી માંડીને ઉતરભારતના મોટાભાગના રાજયોમાં ગાઢ ધુમ્મસનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ઉતરપ્રદેશમાં માર્ગ અકસ્માતોમાંના લોકોએ જીવ ગુમાવ્યા હતા.
- Advertisement -
ઉતરપ્રદેશમાં સતત ચોથા દિવસે સૂર્યપ્રકાશ જોવા મળ્યો ન હતો અને ગાઢ ધુમ્મસ છવાયેલુ રહ્યું હતું. કડકડતી ઠંડી અને ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત થયુ હતું. લખનૌ, કાનપુર સહિતના શહેરોમાં વીઝીબીલીટી ઝીરો થઈ ગઈ હતી. જેને કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત નિપજયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા. સાત વિમાની ઉડ્ડયનો રદ કરાયા હતા. મોટાભાગની ટ્રેનો મોડી હતી. માર્ગો પરનું પરિવહન અત્યંત ધીમુ હતું.
હવામાન વિભાગ દ્વારા ઉતરપ્રદેશના 30 જીલ્લામાં ગાઢ ધુમ્મસ તથા ‘કોલ્ડ ડે’ સંબંધી રેડએલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ પાટનગર દિલ્હીમાં પણ સમાન હાલત હતી. 80 વિમાનો મોડા પડયા હતા. ટ્રેન વ્યવહાર પણ વેરવિખેર થયો હતો. વંદેભારત જેવી વીઆઈપી ટ્રેનો પણ 20-20 કલાક મોડી હતી.
દિલ્હી, ઉતરપ્રદેશ ઉપરાંત બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજયોમાં પણ કાતિલ ઠંડી સાથે ગાઢ ધુમ્મસની સ્થિતિથી લોકો ધ્રુજયા હતા.