મહારાષ્ટ્રના મોટાભાગના જિલ્લા તેમજ કેરળ અને હિમાચલમાં પણ ભારે વરસાદની આગાહી
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો હોવાને કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
- Advertisement -
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તેમજ હિમાચલ પ્રદેશ અને કેરળમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.