સભ્ય સમાજને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો
લેઉવા પટેલ બોર્ડિંગની ઘટના ધોરણ-8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ઢોર માર મરાયો હોવાનું સામે આવ્યું
- Advertisement -
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે પોલીસ કમિશનર અને બાળ સંરક્ષણ વિભાગને પત્ર લખી ન્યાયની માગ કરી
ખાસ-ખબર સંવાદદાતા
સભ્ય સમાજને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલી લેઉવા પટેલ બોર્ડિંગમાં ધોરણ-8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ઢોર માર મરાયો હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થી અને તેના પરિવારે લગાવ્યો છે. એટલું જ નહીં રેકટર અવારનવાર બિભત્સ વીડિયો બતાવીને અડપલાં કરતો હોવાનું પણ જણાવાયું છે. હાલ ગંભીર ઈજાને પગલે ભોગ બનનાર બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે રાજકોટ પોલીસ કમિશનર અને રાજ્યના બાળ સંરક્ષણ આયોગના ચેરમેનને પત્ર લખી વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરી હોસ્ટેલના રેક્ટર હસમુખ વસોયા તથા અન્ય વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ કરી છે.
સમગ્ર મામલે ભોગ બનનાર મિત લીંબાસીયા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલનાં રેકટર હસમુખ વસોયા સાહેબ હેરાન કરતા હતા. હું રૂમમાં સુઈ ગયો હતો અને સાથે રહેતો વિદ્યાર્થી લખતો હોવાને કારણે લાઈટ ચાલુ હતી. જેને કારણે મને નીચે લઈ ગયા હતા.
એટલું જ નહીં હું તોફાન કરતો હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. બધા રૂમમાં જતા રહે પછી મને તેના રૂમમાં લઇ જતા હતા. જ્યાં ગંદા વીડિયો બતાવીને અડપલાં કરતા હતા. બાજુના રૂમમાં રહેતો વિદ્યાર્થી પણ છેલ્લા 15 દિવસથી ટોર્ચર કરે છે. મારા માતા-પિતા અને દીદી વિશે પણ ખરાબ બોલતો હતો અને તેનું કામ મારી પાસે જ કરાવતા હતા. જેમાં થોડી વાર લાગે તો પટ્ટા વડે માર મારતા હતા. ગઈકાલે પણ મને તેના કપડાં 5 મિનિટમાં સંકેલવા કહ્યું હતું. જે હું નહીં કરી શકતા પટ્ટા વડે ઢોર માર માર્યો હતો.
હવસખોર ગૃહપતિ મોબાઇલમાં બિભસ્ત વિડીયો પણ બતાવતો
હવસખોર ગૃહપતિ મોબાઇલમાં બિભસ્ત વીડિયો પણ બતાવતો હતો. ઉપરાંત ભોગ બનનાર બાળકને ગૃહપતિએ જ માર માર્યો હતો અને અન્ય વિધાર્થીએ માર માર્યો છે તેવું કહેવા માટે પણ ગૃહપતિ દ્વારા ધમકી આપવામાં આવી હતી. હાલ માલવિયાનગર પોલીસે ગૃહપતિની અટકાયત કરી.