રાજકોટ વેરા-વસુલાત શાખાની જંગી રીકવરી
મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખાએ રિકવરી ઝુંબેશ અંતર્ગત જંગી રકમ સાથે રીકવરી કરી છે. કુલ 87.74 લાખ રૂપિયાની રિકવરી કરીને 12 મિલકતો સીલને અને 103 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારી છે. વેરા વસુલાત શાખાએ વોર્ડ નં. 5,6,7,14,16,17 માં રિકવરી ઝુંબેશની કામગીરી હાથ ધરી હતી. જે અન્વયે કુવાડવા રોડ પર આવલા 3 યુનિટને ટાંચ જપ્તીની નોટીસ પાઠવી હતી. આજી ડેમ પાસે આવે આવેલા 5 યુનિટને સીલ કરી, માંડા ડુંગર વિસ્તારમાં આવેલા યુનિટ પાસેથી 1.76 લાખની રિકવરી કરી હતી.
આ ઉપરાંત ટાગોર રોડ પર આવેલા 7 કોમર્શિયલ યુનિટ પાસેથી રૂપિયા 11.44 લાખ અને ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલા 3 યુનિટ પાસેથી 6.22 લાખની રિકવરી કરી હતી. તેમજ ઢેબર રોડ પરના 7 કોમર્શિયલ યુનિટ પાસેથી 11.93 લાખની વસુલાત કરી છે. નેહરૂ નગર વિસ્તારમાંથી 12 લાખ અને પરસાણા સોસાયટી મેઈન રોડ પર આવેલા 2 ઈન્ડસ્ટ્રીયલ યુનિટ પાસેથી રૂપિયા 1.31 લાખની વસુલાત કરી હતી. આમ વેરા-વસુલાત શાખાએ સે.ઝોનમાંથી કુલ 48.46 લાખ, વેસ્ટ ઝોનમાંથી 21.55 લાખ અન ઈસ્ટ ઝોનમાંથી રૂપિયા 17.73 લાખની જંગી રકમ સાથે રૂપિયા કુલ રૂપિયા 87.74 લાખની વસુલાત કરી છે.


