ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહેલું ચીન હવે અભૂતપૂર્વ રોજગાર સંકટનો સામનો કરી રહ્યું છે. લાખો શિક્ષિત યુવાનો નોકરીની શોધમાં ત્યાં ભટકી રહ્યા છે. બેરોજગારોની સંખ્યા વધી રહી છે.મહત્વનું છે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ચીનના રાષ્ટ્ર્રપતિએ કહ્યું કે દેશમાં કંપનીઓ સંઘર્ષ કરી રહી છે અને લોકોને નોકરીઓ મળી રહી નથી.ચીનની અર્થવ્યવસ્થા નબળી માંગ, વધતી બેરોજગારી અને રિયલ એસ્ટેટ કટોકટી સાથે સંઘર્ષ કરી રહી છે. અર્થતંત્રને પાટા પર લાવવાના ચીનના તમામ પ્રયાસો વધુને વધુ નબળા સાબિત થઈ રહ્યા છે. નવા ડેટા અનુસાર, ચીની કામદારો માટે વેતન વિક્રમી સ્તરે નીચી સપાટીએ આવી ગયો છે. જે ડિલેશનરી દબાણ અને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સુસ્ત ગ્રાહક વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ચીનના 38 મોટા શહેરોમાં નવા કર્મચારીઓને ચૂકવવામાં આવતો સરેરાશ પગાર એક વર્ષ અગાઉની સરખામણીએ 2023 ના ચોથા કવાર્ટરમાં 1.3 ટકા ઘટીને 10,420 યુઆન એટલેકે . 1,22,096 થયો છે. પ્રોપર્ટી માર્કેટ માટે પણ આ ખરાબ સંકેત છે, જે પહેલેથી જ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. અનિશ્ચિત આવકને કારણે, લોકોનેઘર ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે અને આવકના અભાવે લોન લેવાનું ટાળે છે. ચીને ટેકનોલોજી, ફાઇનાન્સ અને સ્થાનિક સરકારી કર્મચારીઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કામદારો માટે પાછલા વર્ષમાં વેતનમાં ઘટાડો જોયો છે. ઈલેકિટ્રક વાહનો, બેટરી, સૌર અને પવન ઉર્જા સહિતના નવા અર્થતંત્રના ક્ષેત્રોમાં એન્ટ્રી લેવલના પગારમાં પણ એ જ રીતે ઘટાડો થયો છે. બીજી તરફ ચીન સીધા વિદેશી રોકાણની ખોટ, શ્રમ બજારની વધઘટ અને યુવા બેરોજગારીના વધતા દર જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જૂન 2023 માં, 16-24 વર્ષની વયના યુવાનો માટે બેરોજગારીનો દર 21.3 ટકાએ પહોંચ્યો હતો. પરંતુ આ પછી અધિકારીઓએ ડેટા જાહેર કરવાનું બધં કરી દીધું હતું. ચીનનો યુવા રોજગાર દર હવે ઘણા જી-7 દેશોની સમકક્ષ છે, સ્પેન અને ઇટાલી જેવા દેશોના યુવાનોને શ્રમ બજારમાં પ્રવેશવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2016 પછી ચીનમાં આ સૌથી ખરાબ સ્થિતિ છે. 2022 ની સરખામણીએ ગત વર્ષે ઓકટોબર-ડિસેમ્બર દરમિયાન બેઇજિંગમાં વેતન 2.7 ટકા ઘટું હતું. અને દક્ષિણ મહાનગર ગુઆંગઝુમાં વેતન 4.5 ટકા ઘટુ.ં જોબ માર્કેટમાં આ અંધકારનો અર્થ એ છે કે ચાઇનીઝ તેમના ખર્ચમાં ઘટાડો કરી શકે છે. જો આમ થશે, તો ઉપભોકતા કિંમતો પર દબાણ વધશે, જે પહેલાથી જ ત્રણ વર્ષમાં સૌથી ઝડપી ગતિએ ઘટી રહી છે. ચીનમાં બેરોજગારીનો દર ઐંચો છે અને યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે