– 4 ટકા વધ્યો એસઆઈપી ઈન્ફલો
બજારમાં ભારે ચડાવ-ઉતાર વચ્ચે સપ્ટેમ્બરમાં રોકાણકારોનો દમ મ્યુચ્યુઅલ ફંડસમાં જોવા મળ્યો. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સની સંખ્યા સપ્ટેમ્બર મહિનામાં 4 કરોડને પાર કરી ગઈ હતી તેની સાથે એસઆઈપી રોકાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. રોકાણકારોએ એસઆઈપીનાં માધ્યમથી ઓગસ્ટમાં 15814 કરોડની તુલનામાં સપ્ટેમ્બરમાં 16420 કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમા લગાવ્યા આવુ પહેલી વાર થયુ હતું. જયારે એસઆઈપી રોકાણે 16 હજાર કરોડનું લેવલ પાર કર્યુ છે.
- Advertisement -
સપ્ટેમ્બરમાં એસઆઈપી એયુએમ (એસેટ અન્ડર મેનેજમેન્ટ) પણ વધીને 8.70 લાખ કરોડ થઈ ગયુ ઓગસ્ટમાં તે 8.47 કરોડ હતું. એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઈન ઈન્ડીયા (એએમએફઆઈ) તરફથી જાહેર આંકડા અનુસાર મંથલી આધારે એસઆઈપી ઈન્ફલો લગભગ 4 ટકા વધ્યો છે.
સ્મોલ કેસનાં ફાઉન્ડર કિસલય ઉપાધ્યાયનું કહેવુ છે કે એસઆઈપી મોમેન્ટમાંથી ખબર પડે છે કે રોકાણકાર સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટનો પાવર સમજી ચુકયા છે. એએમએફઆઈના સીઈઓએ કહ્યું હતું કે, મજબુત ઈન્ફલો એમએફ રોકાણકારો વચ્ચે રેઝીલન્સને દેખાડે છે.
મોતીલાલ ઓસવાલ એએમસીનાં ચીફ બીઝનેસ ઓફીસર અખિલ ચતુર્વેદીએ કહ્યુ હતું કે સપ્ટેમ્બર મહિનામાં ઈકવીટી માર્કેટને 20,200 આંકડાનાં ઓલટાઈમ હાઈ લેવલ બાદ રીસ્ક મુકત સેન્ટીમેન્ટ તરફ મહત્વનો ફેરફાર જોવા મળેલો.
- Advertisement -