હવે સામાન્ય માણસને રાહત મળી શકે છે…
GST કાઉન્સિલના મંત્રીઓના જૂથે 12% અને 28% સ્લેબને નાબૂદ કરવાની મંજૂરી આપી
- Advertisement -
કેટલાક રાજ્યોએ સૂચનો આપ્યા, અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લેશે : લક્ઝરી વસ્તુઓ પર 40% GST લાગશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ૠજઝ કાઉન્સિલના મંત્રીઓના જૂથે ૠજઝના 5% અને 18% સ્લેબને મંજૂરી આપી છે. લક્ઝરી વસ્તુઓ 40%માં આવશે. ૠજ્ઞખના ક્ધવીનર સમ્રાટ ચૌધરીએ આ માહિતી આપી. હાલમાં, ૠજઝમાં 4 સ્લેબ છે- 5%, 12%, 18% અને 28%.
ૠજ્ઞખની બેઠક અંગે, તેના ક્ધવીનર સમ્રાટ ચૌધરીએ કહ્યું- અમે કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે, જેમાં 12% અને 28% ૠજઝ સ્લેબ નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે.
કેન્દ્રના પ્રસ્તાવો પર બધાએ પોતાના સૂચનો આપ્યા. કેટલાક રાજ્યોએ પણ કેટલાક વાંધાઓ ઉઠાવ્યા. તેને ૠજઝ કાઉન્સિલને મોકલવામાં આવ્યો છે જે તેના પર નિર્ણય લેશે. 15 ઑગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 2 જાહેરાતો કરી. તેમણે ‘પ્રધાનમંત્રી વિકાસિત ભારત રોજગાર યોજના’ શરૂ કરી. તેમણે દિવાળી સુધીમાં કર ઘટાડતી ૠજઝ સુધારા યોજના લાવવાની પણ વાત કરી. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું- આ વર્ષે દિવાળી પર એક મોટી ભેટ મળવાની છે. ૠજઝ અસ્તિત્વમાં આવ્યાને 8 વર્ષ થઈ ગયા છે. અમે તેની સમીક્ષા કરી છે.
અમે તેમાં સુધારા કરીને કરવેરા સરળ બનાવ્યા છે. અમે નેક્સ્ટ જનરેશન ૠજઝ રિફોર્મ્સ લાવી રહ્યા છીએ. અમે સામાન્ય લોકો માટે કર ઘટાડીશું, રોજિંદા વસ્તુઓ સસ્તી થશે, લોકોને ઘણો ફાયદો થશે.
- Advertisement -
આ વસ્તુઓ પર 12% GST લાગે છે
ટૂથ પાવડર
પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ
સેનિટરી નેપક્ધિસ
હેર ઓઈલ
તૈયાર વસ્ત્રો
સાબુ
જૂતા પગરખા (રૂ.500થી રૂ.1,000)
ટૂથપેસ્ટ
વેક્સિન
HIV, હેપેટાઈટિસ, ટીબી માટે નિદાન કીટ
છત્રીઓ
ચોક્કસ આયુર્વેદિક અને યુનાની દવાઓ
સીવણ મશીનો
એક્સરસાઈસ બૂક
વોટર ફિલ્ટર અને પ્યુરીફાયર
જ્યોમેટ્રી બોક્સ
પ્રેશર કૂકર
ડ્રોઇંગ અને કલરિંગ પુસ્તકો
એલ્યુમિનિયમ-સ્ટીલથી બનેલા વાસણો
મેપ્સ અને ગ્લોબ્સ
ઇલેક્ટ્રિક ઈસ્ત્રીઓ
ગ્લેટેડ ટાઈલ્સ
વોટર હીટર
રેડી-મિક્સ કોંક્રિટ
વેક્યુમ ક્લીનર્સ
પ્રી-ફેબ્રિકેટેડ ઈમારતો
વોશિંગ મશીન
કૃષિ સાધનો ક્ષ સાયકલ
પેકેજ્ડ ખોરાક (જેમ કે દૂધ, ફ્રોઝન વેજિટેબલ્સ)
વિકલાંગ વ્યક્તિઓ માટે ગાડી
સોલર વોટર હીટર