મહાદેવના આ મહિનામાં પણ આપણને ઢોકળા ખાવાનું મન થાય તો તમે ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા બનાવી શકો છો જેનાથી તમારો શ્રાવણ માસ પણ નહીં ભંગ થાય અને ઢોકળા પણ ખાઈ શકો છો… તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા
ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા બનાવવા માટેની સામગ્રી
- Advertisement -
1/2 કપ સાબુદાણા
1 કપ સામો
1/2 કપ દહીં
મીઠું સ્વાદાનુસાર
1/2 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
1/2 ટી સ્પૂન ઇનો
2 ટી સ્પૂન તેલ
પાણી જરૂર મુજબ
લાલ મરચું જરૂર મુજબ
મરી પાઉડર જરૂર મુજબ
2 ટી સ્પૂન કોથમીર સમારેલી
સૌ પ્રથમ સાબુદાણા અને સામાં ને ક્રશ કરી લો.ત્યાર બાદ તેને એક બાઉલ માં લઇ લો.હવે તેમાં આદુ મરચા ની પેસ્ટ,મીઠું સ્વાદાનુસાર અને દહીં નાખો. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી ને બધું બરાબર મિક્સ કરીને ખીરું તૈયાર કરો. તેને ઢાંકીને 12 થી 15 મિનિટ માટે છોડી ધ્યો. ત્યાર બાદ તેમાં તેલ અને ઇનો નાખો. ઇનોને એક્ટિવ કરવા માટે થોડું પાણી ઉમેરી દો. હવે એક થાળીમાં તેલ લગાવી દો.સ્ટીમરને ગરમ કરો. હવે ઇનો વાળા ખીરાને થાળીમાં નાખીને તેને સ્ટીમરમાં મૂકો. તેના ઉપર લાલ મરચું અને મરી પાઉડર છાંટી દો. હવે તેને ઢાંકીને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરો. ત્યાર બાદ તેના ઉપર કોથમીર છાંટી લો.ત્યાર બાદ કાપા પાડીને તેને ગરમ ગરમ ચટણી અથવા તેલ સાથે સર્વ કરો.
તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા. 😍😋
- Advertisement -