કેરટ કેક (ગાજરની કેક) તાજા ગાજર, મસાલાઓથી બનાવેલી અને ક્રીમ ચીઝ ફ્રોસ્ટીંગ અને સૂકા મેવાથી સજાવેલી એક સ્વાદિષ્ટ નરમ અને પોચી કેક છે. આ સરળ કેકની રેસીપી નરમ અને પોચી કેક બનાવવા માટે તેલ અને દહીં (સાદું દહીં) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગાજરની કેક બનાવવા માટે નીચે આપેલી સ્ટેપ-બાય-સ્ટેપ ફોટો રેસીપી અને ટીપ્સને અનુસરો.
સામગ્રી:
૩/૪ કપ ખમણેલું ગાજર
૧ કપ મેંદો
૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા
૧/૨ ટીસ્પૂન બેકિંગ પાઉડર
૧/૨ ટીસ્પૂન તજનો પાઉડર
૧/૮ ટીસ્પૂન જાયફળનો પાઉડર, વૈકલ્પિક
૧/૮ ટીસ્પૂન મીઠું
૧/૨ કપ ખાંડ
૩/૪ કપ દહીં (સાદું દહીં)
૨ ટેબલસ્પૂન દૂધ
૧/૪ કપ તેલ (કોઈપણ સુગંધરહિત તેલનો ઉપયોગ કરો)
૧/૨ ટીસ્પૂન વેનીલા એસેંસ
ફ્રોસ્ટીંગ બનાવવા માટે:
૧&૧/૨ ટેબલસ્પૂન બટર, રૂમનાં તાપમાને નરમ કરેલું
૮૫ ગ્રામ ક્રીમ ચીઝ, રૂમનાં તાપમાને નરમ કરેલું
૧/૨ કપ પીસેલી ખાંડ (અથવા આઇસીંગ સુગર)
૧/૪ ટીસ્પૂન વેનીલા એસેંસ, વૈકલ્પિક
૨ ટેબલસ્પૂન કાપેલાં અખરોટ અથવા પેકન અથવા બદામ, વૈકલ્પિક
- Advertisement -
બનાવવાની રીત:
જો બટર અને ક્રીમ ચીઝ ફ્રિજમાં હોય, તો તેમને ફ્રિજમાંથી બહાર કાઢી લો અને રૂમનાં તાપમાને નરમ કરવા માટે બાજુમાં મૂકી દો. ઓવનને ૩૫૦F (૧૮૦C) તાપમાને ઓછામાં ઓછી ૧૦ મિનિટ માટે પ્રિ-હિટ કરી લો. એક ૮-ઇંચનું ગોળાકાર બેકિંગ પેન લો અને તેને અંદરની પૂરી સપાટીને બટર અથવા તેલથી ચીકણી કરી લો. તેની ઉપર થોડો મેંદો છાંટો અને ચીકણી સપાટીને મેંદાથી કોટ કરવા માટે પેનને ત્રાંસુ કરીને ગોળાકાર ફેરવો. પેનની અંદર બટર પેપર અથવા પાર્ચમેંટ પેપર લગાવો.
ગાજરની છાલ ઉતારી લો અને તેને એક બાઉલમાં બોક્સ ખમણી અથવા ચીઝ ખમણીથી છીણી લો. એક બાઉલમાં બધી સૂકી સામગ્રીઓ (૧ કપ મેંદો, ૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા, ૧/૨ ટીસ્પૂન બેકિંગ પાઉડર, ૧/૨ ટીસ્પૂન તજનો પાઉડર, ૧/૮ ટીસ્પૂન જાયફળનો પાઉડર અને મીઠું) નાંખો. બરાબર મિક્સ કરો. બીજા બાઉલમાં ૧/૨ કપ ખાંડ, ૩/૪ કપ દહીં, ૨ ટેબલસ્પૂન દૂધ અને ૧/૪ કપ તેલ લો. ચમચીથી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી લો. ૧/૨ ટીસ્પૂન વેનીલા એસંસ નાંખો. બરાબર મિક્સ કરો. તેમાં અડધું સૂકું મિશ્રણ (સ્ટેપ-૪માં બનાવેલું) નાંખો. બરાબર મિક્સ કરો. વધેલું મિશ્રણ નાંખી દો. તેને ચમચાથી સૂકો લોટ ન દેખાય ત્યાં સુધી બરાબર મિક્સ કરો. વધારે મિક્સ કરશો નહીં. તેમાં ખમણેલું ગાજર નાંખો. તેને ચમચાથી હળવેથી મિક્સ કરો. બનાવેલું બેટર પહેલેથી ચીકણા કરેલાં પેનમાં નાંખી દો.
- Advertisement -
પેનને પ્રિ-હિટેડ ઓવનમાં વચ્ચેનાં રેકમાં મૂકી દો અને ૩૫૦F (૧૮૦C) નાં તાપમાને ૨૫-૩૦ મિનિટ માટે બેક કરો. (જો તમે ૬ ઇંચનાં ગોળાકાર પેનનો ઉપયોગ કરી રહ્યાં છો તો તેને પાકવામાં ૩૦-૪૦ મિનિટનો સમય લાગશે. ૨૫-૩૦ મિનિટ પછી ઓવનમાંથી કેક બહાર કાઢી લો. કેક પાકી ગઈ છે કે નહીં તે ચેક કરવા માટે, કેકની વચ્ચે એક ચાકુ અથવા ટૂથપીક નાંખો અને જો તે સાફ બહાર આવે તો કેક બની ગઈ છે. જો તે સાફ બહાર ન આવે તો તેને ફરીથી ૫-૧૦ મિનિટ માટે બેક કરો. કેકને કુલિંગ રેકની ઉપર મૂકો અને ૧૫-૨૦ મિનિટ માટે ઠંડી થવા દો.
પેનની કિનારી ઉપર ચાકુ ફેરવો. કેકને પૂરેપૂરી ઠંડી કરવા માટે કુલિંગ રેકની ઉપર ઉંધી કરીને મૂકી દો. બટર પેપરને કાઢી નાંખો. તે સહેલાઈથી નીકળી જશે.
ફ્રોસ્ટીંગ બનાવવા માટે:
એક મધ્યમ બાઉલમાં ૧&૧/૨ ટેબલસ્પૂન બટર અને ૮૫ ગ્રામ ક્રીમ ચીઝ લો. ધ્યાન રાખો કે બન્ને સામગ્રી રૂમનાં તાપમાને હોવી જોઈએ.
તેને ચમચાથી મુલાયમ થાય ત્યાં સુધી બરાબર મિક્સ કરો. તેમાં લગભગ ૧-૨ મિનિટનો સમય લાગશે.
તેમાં ૧/૨ કપ પીસેલી ખાંડ (અથવા આઇસીંગ સુગર) નાંખો.
તેને ફ્લફી અને ચમકદાર થાય ત્યાં સુધી, ફરીથી લગભગ ૨-૩ મિનિટ માટે મિક્સ કરો.
તેમાં ૧/૪ ટીસ્પૂન વેનીલા એસંસ નાંખો. બરાબર મિક્સ કરો. ફ્રોસ્ટીંગ તૈયાર છે.
જ્યારે કેક પૂરેપૂરી ઠંડી થઈ જાય ત્યારે તેને ચાકુથી બે લેયરમાં કાપી લો. તમે કેકને પડમાં કાપવાવાળું આ સ્ટેપ છોડી શકો છો.
કેકનું એક લેયર/પડ લો અને તેની ઉપર વચ્ચે અડધું ફ્રોસ્ટીંગ નાંખો. ચમચીથી એકસમાન લગાવી દો. તેની ઉપર કેકનું બીજું લેયર મૂકો અને ઉપર વધેલું ફ્રોસ્ટીંગ નાંખી દો.
એકસમાન ફેલાવી દો.
તેને કાપેલાં સૂકા મેવાથી સજાવો. એગલેસ કેરટ કેક (ગાજરની કેક) પીરસવા માટે તૈયાર છે. તેની સ્લાઇસ કાપો અને ખાવાની મજા લો. તે રૂમનાં તાપમાને ૨ દિવસ સુધી (ફ્રોસ્ટીંગ વગર) અને ફ્રિજમાં ૧ અઠવાડિયા સુધી સારી રહે છે.
ટીપ્સ અને વિવિધતા:
તમે ફક્ત મેંદાને બદલે ૩/૪ કપ મેંદો + ૧/૪ કપ ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો.
વિવિધતા માટે, સ્ટેપ-૧૧ માં કેકનાં બેટરમાં ખમણેલાં ગાજરની સાથે ૩ ટેબલસ્પૂન ખમણેલું નારિયેળ અથવા ૨ ટેબલસ્પૂન કીશમીશ અથવા ૨ ટેબલસ્પૂન અખરોટ અથવા બદામ અથવા પેકન નાંખો.
તમે કેક મસાલા નાંખ્યા વગર અથવા ફ્રોસ્ટીંગ વગર પણ બનાવી શકો છો.
ધ્યન રાખો કે કેકની ઉપર ફ્રોસ્ટીંગ ફેલાવતા પહેલાં કેક પૂરેપૂરી ઠંડી થઈ ગઈ હોય નહિતર ફ્રોસ્ટીંગ ઓગળી જશે.
તમે આ જ બેટરમાંથી કેરટ કપ કેક/મફીન બનાવી શકો છો. તેને વચ્ચેથી ટૂથપીક સાફ બહાર આવે ત્યાં સુધી લગભગ ૧૫-૨૦ મિનિટ માટે બેક કરો.