1 એપ્રિલ 2026થી નવી સિસ્ટમ અમલમાં
લોન સિસ્ટમમાં પારદર્શિતા વધશે
- Advertisement -
હવે બેંકોને 7, 14, 21, 28 અને મહીનાના અંતે ફરજિયાત ડેટા અપલોડ કરવો પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશના લોન સિસ્ટમને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેન્કે કેડિટ સ્કોર અપડેટનો મહત્વનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમ લાગુ થશે તો હવે ગ્રાહકોના ક્રેડિટ ડેટા મહિને કે પખવાડિયામાં નહીં પરંતુ દર અઠવાડિયે અપડેટ થશે.
આરબીઆઈએ જાહેર કરાયેલા માર્ગતદર્શિકા મુજબ બેન્કો અને નાણાકીય સંસ્થાઓને હવે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ દર અઠવાડિયે ગ્રાહકોના ક્રેડિટ ડેટા મોકલવા પડશે. દર મહિનાની 7,14,21, 28 તારીખ અને મહીનાના છેલ્લે દિવસે ડેટા રિપોર્ટિંગ ફરજિયાત રહેશે. હાલમાં આ માહિતી મહિને એકવાર અથવા પખવાડિયામાં અપડેટ થતી હતી, પરંતુ નવા નિયમ લાગુ થયા બાદ ગ્રાહક દ્વારા કરાયેલા કોઈપણ બદલાવ જેમ કે હપ્તા ભરવા, નવી લોન લેવી, ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવું કે એકાઉન્ટ બંધ કરવું તેની અસર તરત જ આગામી અઠવાડિયામાં સ્કોરમાં દેખાશે.
આરબીઆઈએ જણાવ્યું છે. કે આ નવી સિસ્ટમ 1 એપ્રિલ 2026થી અમલમાં મૂકવાનું તમામ અને નાણાકીય સંસ્થાઓ ટેક્નિકલ રીતે તૈયાર થઈ જશે તો આ માટે સંસ્થાઓએ પોતાના સિસ્ટમ અપગ્રેડ, ડેટા સિંક અને રિપોર્ટિંગ ફ્રેમવર્કને સાપ્તાહિક આવર્તન મુજબ તૈયાર કરવાનું રહેશે. સીબોલએ ભારતનું સૌર્થી જૂનું અને સૌથી વધુ જાણીતું ક્રેડિટ બ્યુરો છે. મોટાભાગની સરકારી અને ખાનગી બેંકો હોમ લોન કે પર્સનલ લોન માટે આ સ્કોરને પ્રથમ પસંદગી આપે છે.
- Advertisement -
કયો ક્રેડિટ સ્કોર કેટલો પાવરસ્કૂલ છે
સ્કોરરેન્જ સ્થિતિ લોન મળવાની શક્યતા
750થી 900 ઉત્તમ સૌથી ઓછા વ્યાજ દરે સરળતાથી લોન મળે
700થી 749 સારી લોન આપવા સકારાત્મક અભિગમ રાખે
600થી 699 સાધારણ લોન મળે વ્યાજ દર થોડો ઊંચો હોઈ શકે
300થી 599 નબળી લોનમાં મુશ્કેલી અથવા રિજેક્ટ થઈ શકે
આ પદ્ધતિ બેન્ક-ગ્રાહક બંને માટે ફાયદાકારક
એપ્રિલથી લાગુ થતી નવી ક્રેડિટ સ્કોરની પદ્ધતિ બેન્ક અને ગ્રાહક બંને માટે ફાયદાકારક નીવડશે. દર અઠવાડિયે પોતાનો ક્રેડિટ સ્કોર જોઈ શકશે. તેનાથી ગ્રાહકોને સુધારેલા સ્કોરના આધારે ઝડપથી લોન અને ઓછા વ્યાજ દરનો લાભ પણ મળી શકશે. બેન્કો પણ લેટેસ્ટ ડેટા દ્વારા જોખમનું સચોટ મૂલ્યાંકન કરી શકશે. બેન્કો પાસે ગ્રાહકની લેટેસ્ટ નાણાકીય સ્થિતિ હશે જેનાથી લોન એપ્રુવ કરવામાં સરળતા રહેશે.



