ભારતીય રિઝર્વ બેંકે મોટી જાહેરાત કરી છે, જે અનુસાર હવે વિદેશમાં વેપાર ભારતીય રૂપિયામાં થશે અને ડોલરની દાદાગીરી ઘટી જશે.
ભારતીય રિઝર્વ બેંકે રૂપિયામાં વૈશ્વિક વેપારી સમુદાયની વધતા રસને જોતા બેંકોને ભારતીય મુદ્રામાં આયાત તથા નિકાસ માટે વધુમાં વધુ વ્યવસ્થા કરવા માટે સોમવારે નિર્દેશ આપવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકે એક પરિપત્રમાં કહ્યું કે, બેંકોને આ વ્યવસ્થા લાગૂ કરતા પહેલા તેને વિદેશી મુદ્રા વિભાગ પાસેથી પૂર્વ અનુમતિ લેવી પડશે.
- Advertisement -
મોટા ભાગના કામ રૂપિયામાં થશે
RBIએ કહ્યું કે, ભારતમાંથી નિકાસ વધારવા માટે ભારતીય રૂપિયામાં વૈશ્વિક વેપારી સમુદાયના વધારે પડતા રસને જોતા વૈશ્વિક વેપારને વધારવા માટે એ નક્કી કરવામા આવ્યું છે કે, બિલ બનાવવા માટે, ચુકવણી કરવા અને રૂપિયામાં આયાત-નિકાસ કરવા માટે એક વધારાની વ્યવસ્થા કરવામાં આવે.
Breaking: India's Central Bank, RBI announces International Trade Settlement in Indian Rupees pic.twitter.com/1HGbFN4eHp
- Advertisement -
— Sidhant Sibal (@sidhant) July 11, 2022
આ વ્યવસ્થા અંતર્ગત કામ થશે
પરિપત્રમાં જણાવ્યા અનુસાર વેપાર કરારના સમાધાન માટે સંબંધિત બેંકોની ભાગીદારી વેપારી દેશની એજન્ટ બેંકના વિશેષ રૂપી વોસ્ટ્રો ખાતાની જરૂર પડશે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે, “આ વ્યવસ્થા દ્વારા, ભારતીય આયાતકારોએ વિદેશી વિક્રેતા અથવા સપ્લાયર પાસેથી માલ અથવા સેવાઓના સપ્લાય માટે ઇન્વોઇસ અથવા બિલ સામે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવી પડશે, જે એજન્ટ બેંકના વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.
આવી જ રીતે વિદેશમાં વસ્તુ અથવા સેવાઓની સપ્લાઈ કરનારા નિકાસકારોને તે દેશની બેંકના ખાસ વોસ્ટ્રો ખાતામાં જમા રકમમાંથી ભારતીય રૂપિયામાં ચુકવણી કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ભારતીય નિકાસકાર વિદેશી આયાતકો પાસેથી એડવાંસ ચુકવણી પણ રૂપિયામાં લઈ શકશે.